શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (17:34 IST)

મુંબઈ અંડરવર્લ્ડનો વધુ એક ગેંગસ્ટર સુરેશ પુજારીની ધરપકડ

મુંબઈ અંડરવર્લ્ડના વધુ એક ચર્ચિત ચહેરો ગેંગસ્ટર સુરેશ પુજારી (Suresh Pujari)ને ફિલીપિન્સ(Philippines)માં ધરપકડ કરવામાં આવી છે. સુરેશ પૂજારી પર મુંબઈમાં અંદાજીત બે ડઝનથી વધુ ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે. વર્ષ 2007માં સુરેશ પૂજારી દેશ છોડીને ભાગી ગયો હતો.
 
મહારાષ્ટ્રમાં જબરદસ્તીથી વસૂલી ના ઘણા મામલામાં વોન્ટેડ ગુન્હેગારને ભારત લાવવામાં આવશે, સૂત્રોના જણાવ્યા મુજબ પુજારીની 15 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી, અને તે પોલીસ ગિરફ્તમાં છે. મુંબઈ પોલીસ અને સીબીઆઈ વર્ષોથી ગેંગસ્ટરની તમામ રૂપરેખા પર નજાર રાખી રહ્યા છે. પુજારીને ફિલીપીસની ફ્યૂજીટીવ સર્ચ યુનિટે ધરપકડ કરી હતી.
 
1969માં જન્મેલો રવિ પૂજારીએ મુંબઇમાં ધો.10  સુધીનો અભ્યાસ કર્યો. પણ ત્યારપછી તે એક બારમાં નોકરી કરવા લાગ્યો અને નોકરીથી જ તે અભ્યાસમાંથી બહાર થઇ ગયો અને ક્રાઇમની દુનિયામાં ઘુસી ગયો.