સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2020 (15:53 IST)

કોરોના મહામારીમાં 650 ડોક્ટરની ભરતી પ્રક્રિયા સામે હાઇકોર્ટમાં અરજી કરાઈ

કોરોના મહામારીના સંકટ સમયે તબીબોની અછત ઉભી થતાં સરકારે 11 મહિનાના કરાર આધારિત 650 તબીબોની ભરતી શરૂ કરી છે. તેની સામે ડોક્ટર એસોસિએશને તેનો વિરોધ કરતાં હાઇકોર્ટમાં અરજી કરીને રજૂઆત કરી છે કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકાનો ભંગ થઇ રહ્યો છે. માર્ગદર્શિકા મુજબ સરકાર ભરતી કરતી નથી. જ્યારે સરકાર તરફે દલીલ કરાઇ છે કે દેશમાં કોરોનાનો ભોગ તબીબો પણ બન્યા છે. તબીબોની અછત ઉભી થઇ છે. તેવા સંજોગોમાં ઉચ્ચ લાયકાત ધરાવતા તબીબોની ભરતી કરવામાં આવે તે તો તેમાં અરજદારોને વાંધો શુ છે? માત્ર 11 મહિનાના કરાર આધારિત તબીબો લેવાના છે.તેમા કાયમી કોઇ ભરતી નથી.

રાજ્ય આખું આજે કોરોના સામે લડી રહ્યું છે ત્યારે તબીબોની ભરતી કરવા સામે વિરોધ કરી શકાય નહીં. આ અંગે સોમવારે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટ ચુકાદો જાહેર કરી શકે છે. સરકારે એવી દલીલ કરી હતી કે હાઇકોર્ટે તબીબોની અછત જણાય તો ભરતી કરવાનો આદેશ કર્યો હતો. એક તરફ મેડિકલના વિદ્યાર્થીઓની પણ કોરોના સહાયક તરીકે મદદ લેવામાં આવી છે. તો બીજી તરફ અનુભવી અને ઉચ્ચ લાયકાત ધરાવતા તબીબોની પણ જરૂર હોવાથી ભરતી કરાઇ રહી છે.