ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 19 સપ્ટેમ્બર 2020 (11:43 IST)

ચાની દુકાનો બંધ કરવાનો મુદ્દો વિધાનસભાના મોનસૂન સત્રમાં ઉઠાવશે કોંગ્રેસ

કોરોના મહામારી પર અંકુશ લગાવવા માટે અમદાવાદ મહાનગર પાલિકાએ ચાની દુકાનો બંધ કરી દેવામાં આવી છે. પ્રમુખ કોંગ્રેસ યુવાનોની બેરોજગારી તથા ચાની દુકાનોને સીલ કરવાનો મુદ્દો વિધાનસભાના મોનસૂન સત્રમાં ઉઠાવશે. પ્રદેશમાં કોરોનાના સવા લાખ કેસ સામે આવી ચૂક્યા છે. તેમાં સૌથી વધુ અમદાવાદમાં 34 હજારને પાર કરી ગયા છે. 
 
મનપાનું કહેવું છે કે ચાની દુકાનો પર સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન થયું નથી. સાથે જ સેનેટાઇઝરનો ઉપયોગ પણ થતો નથી જેથી ચાની દુકાનો દ્વારા કોરોના ફેલાવવાનો ડર વધુ છે. અમદાવાદમાં દરરોજ કોરોનાના 150 થી 200 કેસ સામે આવી રહ્યા છે. ચાની દુકાનો પર સવારથી માંડીને મોડી રાત સુધી લોકોનો જમાવડો રહે છે. જેથી કોરોના ફેલાવવાની આશંકા વધુ રહે છે. 
 
એટલા માટે મહાનગર પાલિકા હવે ચાની દુકાનો બંધ કરાવી રહી છે તથા તેમછતાં ખુલી રાખવામાં આવતી ચાની દુકાનો સીલ કરવામાં આવી રહી છે અથવા હજારો રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. કોરોનાકાળમાં વધતી જતી મોંઘવારી, બેકારી વચ્ચે સરકારની દંડાત્મક કાર્યવાહી કોંગ્રેસને જનવિરોધી ગણાવી છે.
 
કોંગ્રેસના ધારાસભ્ય હિંમત સિંહ પટેલએ કહ્યું કે ચાની દુકાનો પર તાળાબંધીને કોંગ્રેસ આગામી 21 સપ્ટેમ્બરે શરૂ થઇ રહેલા વિધાનસભાના મોનસૂન સત્રમાં ઉઠાવશે. કોરોના મહામારી કાળમાં લોકોના વેપાર ધંધા ઠપ્પ થઇ ગયા છે, તો બીજી તરફ યુવાનોની નોકરીઓ જતી રહી છે. સરકારે મહામારી કાળમાં લોકો સાથે ઉભા રહેવું જોઇએ. રાજ્યમાં કોરોનાને લઇને જાગૃતતા સાથે માસ્કનું મફત વિતરણ કરવું જોઇએ. એકથી બે રૂપિયાનું માસ્ક સરકાર વિતરણ કરી શકતી નથી અને હજારો રૂપિયાનો દંડ વસૂલી રહી છે. 
 
મનપા અત્યાર સુધી હજારો દુકાનો બંધ કરાવી ચૂકી છે. તો બીજી તરફ ઘણી જગ્યાએ સીલ કરી દીધા છે. ગુરૂવારે ચાની દુકાનો પર પાંચથી વધુ લોકો એકઠા થવા પર તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ તેના પર સવાલ ઉઠાવતાં કહ્યું કે ચાવાળા પર કાર્યવાહી થઇ રહી છે પરંતુ પ્રદેશમાં ભાજપના સમારોહ ક્યારે બંધ થશે.