શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 ઑક્ટોબર 2019 (13:13 IST)

બાવળામાં દારૂની મહેફિલ માણતા 10 નબીરા ઝડપાયા

બાવળામાં દારૂની મહેફિલ પર દરોડાંમાં પોલીસે 10 નબીરાને ઝડપી પાડ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે બર્થ-ડે પાર્ટીમાં દારૂની છોળો ઉછાળવામાં આવી રહી છે. જે બાદ બાવળા પોલીસે દરોડાં કરતા 10 નબીરાઓની ધરપકડ કરીને 99,53,645 રૂપિયાનો મુદ્દામાલ જમા લીધો છે. આ કેસમાં એક આરોપી ફરાર છે. પોલીસને બાતમી મળી હતી કે બાવળાની કેન્સ વિલે બંગલોઝમાં દારૂની પાર્ટી ચાલી રહી છે. અમદાવાદ ખાતે રહેતા ભવિત પારેખ નામનો યુવક અહીં પોતાના મિત્રો સાથે જન્મ દિવસની પાર્ટી કરી રહ્યો હતો. આ માટે તેણે બંગલો એક દિવસ માટે ભાડે રાખ્યો હતો. મળતી માહિતી પ્રમાણે ભવિતે પાર્ટી માટે એક દિવસ માટે બંગલાનું 20 હજાર રૂપિયા જેટલું ભાડું ચુકવ્યું હતું. મુખ્ય આરોપી ભાવિત પારેખ અગાઉ જુગાર કેસમાં પકડાઈ ચુક્યો છે. પકડાયેલા લોકો આદરોડા ગામ નજીક કિંગ્સ વિલેના વીક-એન્ડ બંગલા નંબર 100ની પાછળ ગાર્ડનમાં દારુની મહેફિલ કરી રહ્યા હતા. પોલીસે આ કેસમાં એક આરોપી ફરાર હોવાનું જણાવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે ફરાર આરોપી દેવેન્દ્ર અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહે છે. દેવેન્દ્રએ ભાવિતને દારુ મોકલી આપ્યો હતો. હાલ પોલીસે દેવેન્દ્રની શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત પકડાયેલા આરોપીઓમાંથી કેટલાક આરોપી સામે અગાઉ જુગારનો કેસ થયો છે.પોલીસે છ નબીરાઓની ધરપકડ કરવાની સાથે 90 લાખથી વધારેનો મુદ્દામાલ જમા લીધો છે.