મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 ઑક્ટોબર 2019 (11:27 IST)

રૂપિયા લઈને કાર્યક્રમમાં હાજર નહીં રહેનાર સપના ચૌધરી સામે પોલીસ ફરિયાદ

નવરાત્રી સમયે સરથાણા કન્વેનશન હોલમાં યોજાયેલા બીફોર નવરાત્રી કાર્યક્રમમાં લાઈવ પરફોર્મન્સ માટે એડવાન્સ પેટે રૂપિયા લઈ લીધા બાદ કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહી કલાકારોના મેનેજરે ધમકી આપી હોવાની રાવ સુરતમાં ઉઠવા પામી છે. જેમાં અભિનેત્રી તેમજ બિગબોસ ફેમ સપના ચૌધરી સહિત ડીલ કરનારા લોકો સામે પોલીસ કમિશનર કચેરીમાં છેતરપિંડી સહિતની અરજી આપવામાં આવી છે. આ અરજી આયોજક રાજેશ જૈન દ્વારા આપવામાં આવી છે.નવરાત્રી પહેલા પ્રી-નવરાત્રી ઇવેન્ટ યોજવાનો આજકાલ ટ્રેન્ડ વધ્યો છે. આવા જ એક કાર્યક્રમનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું હતું.  સપના પર આરોપ છે કે તેણે પૈસા લીધા બાદ કાર્યક્રમમાં હાજરી આપી ન હતી.સુરતના સરથાણા ખાતે આવેલ કન્વેન્શન હોલમાં નવરાત્રી દરમિયાન સી.આર.એન્ટરટેઇનમેન્ટના રાજેશ જૈને નવરાત્રીનું આયોજન કર્યું હતું. જેમાં હરિયાણાની પ્રસિદ્ધ કલાકારો સપના ચૌધરી તથા સિંગર કનિકા ચૌધરી અને દાનિશ મોહન પણ આવવાના હોવાથી તેમના મેનેજમેન્ટ થકી એડવાન્સ પેટે રૂ. 75 હજાર પણ મોકલી આપવામાં આવ્યા હતા.જોકે, કાર્યક્રમના દિવસે જ કલાકારોના નોઈડા ખાતેના મેનેજર પવન ચાવલાએ ફોન કરી કાર્યક્રમ રદ કરવાનું જણાવી ધમકી આપી હતી. આ અંગે આગામી દિવસોમાં રાજેશ જૈન સુરત પોલીસમાં ફરિયાદ નોંધાવવાના હોવાનું જણાવ્યુ હતું.હાલ આ અંગે રાજેશ જૈને પોલીસ કમિશનર કચેરીમાં અરજી દાખલ કરી છે. જેમાં છેતરપિંડી સહિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.