1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2022 (10:21 IST)

હવાલા રેકેટમાં સંડોવાયેલા એક ચાઈનીઝ નાગરિક સહિત 3 આરોપીની ધરપકડ,અમદાવાદ અને દિલ્હીથી હવાલા ઓપરેટરને ઝડપી પાડ્યા

શહેર ક્રાઈમ બ્રાંચની ટીમ ગુના શોધવાની જગ્યાએ હવે હવાલા, વિદેશ મોકલતા એજન્ટો સહિતના મસમોટા કૌભાંડોમાં જ રસ વધુ હોવાની ચર્ચા છે. જેમાં મલ્ટીનેશનલ કંપની સાથે અંદાજે 100 કરોડથી વધુના હવાલા રેકેટનો ખુલાસો થયો છે. અમદાવાદ અને દિલ્હીથી હવાલા ઓપરેટરને ઝડપી પાડ્યા છે. આ હવાલા રેકેટમાં ક્રાઈમ બ્રાંચની ટીમે 1 ચાઈનીઝ નાગરિક સહીત 3ની ધરપકડ કરી છે. ભારત અને વિદેશની કંપનીઓના રૂપિયાનો હવાલો કરવામાં આવતો હોવાનુ સામે આવતા ક્રાઈમ બ્રાંચની ટીમે પકડાયેલા આરોપીની સઘન પુછપરછ હાથ ધરી છે.ચાઈનીઝ નાગરિક પિંગ હુઆંગ, આંગડિયા પેઢીનો માલિક સંજય પટેલ અને મુંબઇનો સૂરજ મૌર્ય ભેગા મળી ભારતીય અર્થતંત્ર મોટું નુકસાન કરવાનું કૌભાંડ ચલાવતા હતા. ધટનાની વિગતવાર વાત કરીએ તો રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ દ્વારા 5 થી વધુ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાંની એક શુંગ્માં કંપનીએ આયોજનબદ્ધ રીતે કેટલાક CA તેમજ અન્ય મળતીયાઓ દ્વારા કાવતરું રચી ચાઈનીઝ શેલ કંપનીઓની પ્રથમ ભારતીય ડિરેક્ટર બનાવી ઇનકોર્પોરેશનની રચના કરાવી પાછળથી ભારતીય ડિરેક્ટરો રાજીનામું લઇ ફક્ત ચાઈનીઝ ડિરેક્ટરો દ્વારા કંપનીનું સંચાલન કરી કંપનીઓમાં ખોટી રીતે નુકસાન બતાવી નાણાંકીય વ્યવહારોમાં ખોટા હિસાબો બનાવી ભારત સરકારને ટેક્ષ ન ચૂકવી મોટું નુકસાન કરી આખું કૌભાંડ આચરતા હતા ભારતીય અર્થતંત્ર નુક્સાન પહોંચાડનાર શુંગ્માં મશીનરી પ્રા. લી દ્વારા પ્લાસ્ટિક ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન બનાવવામાં આવે છે.જે પ્લાસ્ટિક ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન મૂળ કિંમતથી ઓછી કિંમતના બિલ બનાવી ઉપરની રકમ રોકડથી રૂપિયા મેળવી લઈ કંપનીને ખોટમાં બતાવી ઇન્કમટેક્ષ અને GSTની ચોરી કરતા હતા. જો કે, શુંગ્માં કંપનીએ આશરે 100 કરોડથી વધુના હવાલા કૌભાંડ થયા છે પરંતુ હાલ 1 કરોડ રૂપિયા ભારતમાંથી ચાઇના ખાતે મોકલેલ હોવાના પુરાવા મળી આવેલ છે. જેમાં શુંગ્માં પ્રા. લી ડિરેકટર આરોપી પિંગ હુઆગ જે તે સમયે ચાઇના ખાતે રહેતો હતો. ત્યારે કંપનીનું ચાઇનમાં સેલ્મનું કામકાજ સંભાળતો હતો. તેણે GSL કાર્ગો કંપનીના માલિકનો સંપર્ક કરેલ અને ભારતમાંથી ચાઇના હવાલો કરવા જણાવેલ ત્યારે મુંબઈના સૂરજ ઉર્ફે સન મૌર્યએ હસમુખભાઈ નરોત્તમ આંગડિયાના માલિક સંજય પટેલ મારફતે શુગમાં મશીનરી 1 કરોડ રૂપિયા બેંગકોક ખાતે હવાલા કામકાજ સંભાળતા શાબીક નાઓ મારફતે પિંગ હુઆંગ દ્વારા આપવામાં આવેલ ચાઈનીઝ બેંક એકાઉન્ટ 1 કરોડ રૂપિયા RMBમાં ટ્રાન્સફર કરી દીધા.હવાલા કૌભાંડમાં ક્રાઇમ બ્રાંચે અલગ અલગ ચાઈનીઝ કંપનીઓના બેંક એકાઉન્ટ આશરે 15 કરોડ ફ્રીજ કરાવી દીધા છે.