1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 19 જૂન 2024 (08:34 IST)

ભરૂચમાં વરસાદનું આગમન, પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી

rain in ahmedabad
Rain in gujarat- રાજ્યમાં પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મેઘરાજા વરસી શકે છે. તો અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં હળવાની આગાહી છે.
 
ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા પંથકમાં વરસાદથી વારાવરણમાં ઠંડક પ્રસરી હતી.
24 કલાકમાં જિલ્લામાં કુલ 5 મીમી વરસાદ : અંકલેશ્વરમાં 15મીમી નોંધાયો
મુશળધાર વરસાદ ભરૂચ જિલ્લામાં વરસે તે અંગે હજી રાહ જોવી રહી. એક આગાહી મુજબ 20 મી જૂન કે ત્યારબાદ ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસે તેવી સંભાવના છે.
 
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વિસાવદર અને વલસાડના ધરમપુરમાં એક-એક ઈંચ વરસાદ આવ્યો છે.  17 થી 28 જૂન સુધી રાજ્યમાં વરસાદ રહેશે.