1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2023 (16:37 IST)

ભરૂચમાં નર્મદા નદીના પુરના પાણી ઓસર્યા, પણ મગર ફરતાં થઈ જતાં લોકોમાં ફફડાટ

trundo
trundo
ગુજરાતમાં છેલ્લા ચારેક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જો કે, ગઈકાલથી વરસાદ પડવાનું બંધ થતાં ભરૂચ અને અંકલેશ્વરના વિસ્તારોમાંથી પુરના પાણી ઓસરવાનું શરૂ થયું હતું. નર્મદા નદી છલોછલ છલકાઈ જતાં આસપાસના વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યાં હતાં. જેથી પુરની સ્થિતિ સર્જાઈ હતી. નર્મદા નદીમાં આવેલ વિનાશક પુરના પાણી ઓસર્યા બાદ નદીમાંથી મગરો નદી કિનારાના રહેણાંક વિસ્તારમાં આવવાની ઘટનાનો સિલસિલો પ્રારંભ થયો છે, ત્યારે ભરૂચ તાલુકાના તવરા ગામમાં એક મહાકાય મગર આવી ચડતા દોડધામ મચી ગઈ હતી.

ગતરોજ પુરના પાણી ઓસર્યા બાદ સાંજના સમયે એક 7 થી 8 ફૂટનો મગર લટાર મારતો નજરે ચડતા ગ્રામજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને દોડધામ મચી ગઈ હતી. આ અંગે જીવ દયા પ્રેમી સંસ્થાને જાણ કરતા જીવ દયા પ્રેમી સંસ્થા અને વન વિભાગની ટીમ દોડી આવી હતી અને મજા મેહનતે રેસ્કયું કરી મગરમે પાંજરે પૂર્યો હતો. મગર પાંજરે પુરાયો હોવાની વાત વાયુ વેગે ગામમાં ફેલાતા ગ્રામજનો ના ટોળા મગર ને જોવા એકત્રિત થયા હતા.