બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 ફેબ્રુઆરી 2022 (16:26 IST)

ભાજપમાં ભરતી શરૂ થઈ, ચૂંટણી આવતાં જ ભાજપનો ખેસ પહેરવા કોંગ્રેસના નેતાઓની લાઈનો લાગી

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ ફરી એકવાર ભાજપમાં પ્રવેશોત્સવ શરૂ થઈ ગયો છે. ખાસ કરીને કૉંગ્રેસના નેતાઓ ભાજપનો ખેસ પહેરવા લાઈનો લગાવી રહ્યા છે.કોંગ્રેસના પૂર્વ નેતા અને મહિસાગર લુણાવાડાના બે ટર્મથી ચૂંટાયેલ પૂર્વ ધારાસભ્ય હીરાભાઇ પટેલ તેમના સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાયા
congress in bjp

તેમજ કોંગ્રેસના પૂર્વ પ્રવકતાકતા ભરતભાઇ દેસાઇ, સોશિયલ મીડિયાના પૂર્વ કન્વીનર રાકેશભાઇ ગોસ્વામી, એ.આઇ.સી.સી.ના પૂર્વ ડેલીગેટ પ્રશાંતભાઇ પરમાર આજે તેમના સમર્થકો તેમજ કિસાન સેનાના પ્રમુખ ભરતભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં સમર્થકો ભાજપમાં જોડાયા છે.હિરાભાઇએ જણાવ્યું કે, હું કોઇ અપેક્ષાથી ભાજપમાં જોડાયો નથી. ભાજપમાં જોડાવવા મહત્વનું કારણ એ છે કે, કોંગ્રેસમાં કર્મનિષ્ઠ કાર્યકરોની ઉપેક્ષા થતી રહી છે. હું ચૂંટણી લડવા માટે ભાજપમાં જોડાતો નથી. ભાજપમાં મારા સારા મિત્રો છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, મહિસાગર જીલ્લામાં કોંગ્રેસ પાર્ટી પોતે જ આપઘાત કરવા માંગતી હોય તો હું બચાવનાર કોણ તેવા પણ સવાલ કર્યા.

આખી કોંગ્રેસ ખાડે ગઇ છે મારી હવે કોઇ ચૂંટણી લડવાની અપેક્ષા નથી આગામી સમયમાં પાર્ટીમાં સંગઠનમાં કામ કરવાની ઇચ્છા વ્યકત કરી.ભરતભાઇ દેસાઇએ જણાવ્યું કે, આજે વડાપ્રધાન મોદી, દેશના ગૃહમંત્રી અમિત શાહ તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં આપણો દેશ વિકાસની ગતિએ આગળ વધી રહ્યો છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસના સાશનમાં હોમલોન 9 થી 10 ટકે મળતી પરંતુ વડાપ્રધાન મોદીની સરકારમાં 6 ટકાની આસપાસ મળે છે. વડાપ્રધાન મોદીએ જે રીતે વિદેશમાં ભારતનો ડંકો વગાળ્યો છે તે જોતા આજે અમે સૌ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છીએ. કોંગ્રેસ હવે પાંચ નેતાઓની પેઢી બનીને રહી ગઇ છે.ગુજરાત કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે પક્ષની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈ પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. ચાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વાયદો આપ્યા બાદ ટિકિટ ન આપતાં જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. હવે તેઓ 22 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાશે. આ અંગે તેમણે ટ્વિટર પર જાહેરાત કરી છે. આ ઉપરાંત અમદાવાદ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાંથી ક્ષત્રિય નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામાં ધરી દીધાં છે. ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરતા ક્ષત્રિય નેતા જયરાજસિંહ પરમારને ટિકિટ મેળવવાના સતત પ્રયાસ છતાં નિરાશા સાંપડતાં છેવટે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો હતો.