શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 નવેમ્બર 2021 (16:26 IST)

Lijjat papad success story- પાપડ ઉદ્યોગ દ્વારા હજારો મહિલાઓનુ જીવન સુધાર્યુ

જસવંતીબેન જમનાદાસ પોપટ..93 વર્ષિય ગુજરાતી મહિલાને ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ માટે ગણતંત્ર દિવસે પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે..અત્યારે એ “લિજજત” પાપડનાં માલિક તરીકે જાણીતાં છે…મુળ કાઠિયાવાડના હાલારી લોહાણા સમાજનાં…પણ હાલે મુંબઈમાં રહે છે..તેઓ “સ્ત્રી સશકિતકરણ”ની આગવી મિશાલ છે.


લિજ્જતે હજારો મહિલાઓને આત્મનિર્ભર બનાવી અને 80 રૂપિયામાં શરૂ થયેલી લિજ્જત પાપડ કો-ઓપરેટિવ આજે 1600 કરોડથી વધુ રૂપિયાની વેલ્યુની થઈ ગઈ છે. આજથી લગભગ 62 વર્ષ પહેલા 15 માર્ચ, 1959ના દિવસે દક્ષિણ મુંબઈમાં 7 મહિલાઓએ સાથે મળીને લિજ્જત પાપડનો બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું હતું. આ મહિલાઓમાં મુખ્ય હતાં જસવંતી જમનાદાસ પોપટ. ગુજરાતીમાં સ્વાદિષ્ટને લિજ્જત કહેવાય છે માટે આ પાપડનું નામ લિજ્જત રાખવામાં આવ્યું. શરૂઆતમાં તો મહિલાઓ ગુજરાતી હતી પણ પછી બિઝનેસ વધતો ગયો તેમ-તેમ અન્ય મહિલાઓ પણ તેમાં જોડાઈ ગઈ.
 
આ મહિલાઓએ સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયા સોસાયટીના સભ્ય અને સામાજિક કાર્યકર છગનલાલ પારેખ પાસેથી રૂ. 80 ઉછીના લીધા. છગનલાલ પારેખ છગનબાપા તરીકે ઓળખાતા. લક્ષ્મીદાસભાઈ નામની વ્યક્તિ હતી, તેઓ પાપડ બનાવતા હતા પણ એનું સાહસ ખોટમાં ચાલતું, જે છગનબાપાએ ખરીદી લીધું. છગનબાપાએ પાપડ બનાવવા માટે જરૂરી સામગ્રી અને મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દીધું. 

 
લિજ્જત પાપડનો બિઝનેસ આજે 1600 કરોડ રૂપિયાની વેલ્યુને પણ પાર કરી ગયો છે. લિજ્જત પાપડ એક સમૂહના બિઝનેસની જેમ શરૂ થયો ત્યારે શરૂઆતમાં આ મહિલાઓએ માત્ર 4 પેકેટ પાપડ એક વેપારીને વેચ્યા હતા આ પછી વેપારીએ પાપડની ગુણવત્તા સુધારવા કહ્યું  અને પછી પાપડનો ટેસ્ટ પસંદ આવતા તે વેપારીએ વધુ પાપડનો ઓર્ડર આપ્યો હતો. આ મહિલાઓએ સ્ટાન્ડર્ડ પાપડ બનાવવાનું શરૂ કર્યું. ધીરે-ધીરે આ સમૂહ કો-ઓપરેટિવ સિસ્ટમાં બદલાયો અને 18 વર્ષથી વધુ ઉંમરની જરૂરિયાતમંદ મહિલાઓ પાપડના આ બિઝનેસમાં જોડાઈ હતી. ત્યારબાદ આ મહિલાઓને એકાઉન્ટ્સ, માર્કેટિંગ વગેરે વિશે તાલીમ આપવામાં આવી. આ સાત મહિલાઓનું આ જૂથ એક સહકારી સિસ્ટમ બન્યું. તેમાં 18 વર્ષથી વધુની જરૂરિયાતમંદ મહિલાઓ ઉમેરવામાં આવી હતી. લિજ્જત પાપડના ધંધાએ તેમને તે સમયે વાર્ષિક આવક 6196 આપી હતી અને ટૂંક સમયમાં હજારો મહિલાઓ જોડાઇ હતી.
 
આ જૂથ કે જે સતત ધંધાની ઊંચાઈના શિખરોને સર કર્યા છે પાપડ ઉપરાંત, તેણે ખાખરા, મસાલા અને બેકરી ઉત્પાદનો પણ બનાવવાનું શરૂ કર્યું છે. ફક્ત ચાર પેકેટ વેચીને ધંધાનો આરંભ કરનાર લિજ્જત પાપડ વર્ષ 2002 માં 10 કરોડ પર પહોંચી ગયો છે. હાલમાં આ ગ્રુપની ભારતમાં 60 થી વધુ શાખાઓ છે, જેમાં 45 હજારથી વધુ મહિલાઓ કાર્યરત છે. ગિરગામ મુંબઈમાં તેમની હેડ ક્વાર્ટર છે. લિજ્જત પાપડ આજે ભારતના 17 રાજ્યોમાં 82 બ્રાન્ડ ધરાવે છે. માત્ર ભારતમાં જ લિજ્જતના લિજ્જતદાર પાપડની માંગ છે તેવું નથી. વિદેશમાં પણ લિજ્જતનું 80 કરોડનું નિકાસ બજાર છે. ગત 25મી જાન્યુઆરીએ તેમને પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરાઈ છે.

આવો જાણીએ લિજ્જત પાપડની સફળતાની સ્ટોરી 
 
જસવંતીબેન પોપટનું સપનું હતું કે લિજ્જત પાપડ એક ગૃહઉદ્યોગ તરીકે એવી રીતે વિકસે કે મહિલાઓ પગભર બને. જે બાળકોને ભણાવવા માટે સક્ષમ નહોતા અને જેમના ઘરમાં ત્યાં કોઈ કમાનારી વ્યક્તિ નહોતી એવી મહિલાઓ સમાજમાં ઊંચું માથું રાખીને જીવી શકે. જસવંતીબેનનું સપનું સાકાર થયું છે. આજે 45 હજાર મહિલાના તેઓ મોભી છે. તેમને 91 વર્ષની વયે પદ્મશ્રી જેવા પ્રતિષ્ઠિત સન્માનથી નવાજવામાં આવ્યાં છે.