બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 30 ઑગસ્ટ 2020 (09:59 IST)

એટીએસના 11 જવાન કોરોના પોઝીટીવ, બધા થયા હોમ ક્વોરોંટાઈન

દેશભરમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગુજરાતમાં પણ ઘણા વીઆઇપી કોરોનાની ચપેટમાં આવી ચુક્યા  હવે ગુજરાત એટીએસના 11 પોલીસકર્મચારીઓ કોરોના પોઝિટિવ જોવા મળ્યાં છે. કોરોના સંક્રમિત થયા પછી તમામ 11 પોલીસકર્મચારીઓને હોમ ક્વોરોંટાઈન કરવામાં આવ્યા છે. સંક્રમિતોની યાદીમાં પોલીસ ઇન્સ્પેક્ટર, સબ-ઇન્સ્પેક્ટરનું નામ પણ શામેલ છે.
 
ઉલ્લેખનીય છે કે ગુજરાત ATSએ તાજેતરમાં ભાજપના નેતા ગોરધન ઝડાફિયાની હત્યા કરવા આવેલા શાર્પ શૂટરની ધરપકડ કરી હતી. જ્યારબાદ તેને કોર્ટમાં હાજર કરતા પહેલાં તેનો કોરોના ટેસ્ટ કરાયો હતો જેમાં તે પોઝીટીવ જોવા મળ્યો હતો અને તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.  શાર્પ શૂટરની ધરપકડ  કર્યા પછી, તમામ પોલીસકર્મચારીઓને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઘણા પોલીસકર્મીઓને શરદી, ખાંસી અને તાવની ફરિયાદ જોવા મળી હતી.
 
40 લોકોને કર્યા હતા હોમ ક્વોરોન્ટાઇન
 
ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે  19 ઓગસ્ટના રોજ ભાજપના નેતા ગોરધન ઝડકિયાની હત્યા માટે આવેલા શાર્પશુટરની અમદાવાદના વિનસ હોટલમાંથી ધરપકડ કરી હતી.  ગોરધન ઝાડાફિયાને મારવાનું કાવતરું અને સોપારી  દાઉદ ઇબ્રાહિમના ઈશારે છોટા શકિલ દ્વારા આપવામાં આવી હતી 
 
આ માહિતી મળ્યા બાદ પોલીસે મોડી રાત્રે હોટલ પર રેડ પાડી હતી અને ઇરફાન શેખ નામના શાર્પશુટરની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે ઇરફાનને પકડવા માટે સમગ્ર એટીએસ ટીમ અને ક્રાઈમ બ્રાંચ રોકાયેલી હતી ઇરફાન શેખે પોલીસ પર ફાયરિંગ પણ કર્યું હતું. આવી સ્થિતિમાં ઇરફાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ક્રાઇમ બ્રાંચ અને એટીએસના 40 જવાનોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા.