શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 ફેબ્રુઆરી 2022 (23:46 IST)

માંડવી તાલુકાના વિરપોર ગામે DJ બંધ કરાવવા ગયેલી પોલીસ પર પથ્થરમારો

ગુજરાતના માંડવીના વિરપોર ગામે એક લગ્નમાં   DJ બંધ કરાવવા ગયેલી પોલીસ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. જેમાં પોલીસ પર પથ્થરમારો થયો છે. આ  DJ પાર્ટીમાં કોવિડ-19 ગાઇડ લાઇનના રીતસર  ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા. વિરપોર ગામે લગ્ન પ્રસંગે ડી.જે બંધ કરાવવા ગયેલી પોલીસ ઉપર પથ્થરમારો કરાતા ભાગદોડ મચી ગઇ હતી.પોલીસ સાથે ઘર્ષણ થતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. માંડ માંડ થાળે પડેલા ઘર્ષણ બાદ પોલીસે શુક્રવારે જાહેરનામા ભંગ અને એપેડેમિક એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
 
માંડવી તાલુકાના વિરપોર ગામે પોલીસ ઉપર પથ્થરમારો થયો હતો.શુક્રવારની રાત્રિના રોજ માંડવી પોલીસ વિરપોર ગામે લગ્ન પ્રસંગે ચાલતા ડી.જેને બંધ કરાવવા માટે પહોંચી હતી, દરમિયાન હાજર લોકોએ ડી.જે બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે ઘર્ષણ કરી પથ્થરમારો કર્યો હતો. હાલ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. ત્યારે સરકાર દ્વારા કોવિડ-19 અંતર્ગત કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
 
ઘટનામાં માંડવી પોલીસે કોવિડ-19 ગાઇડ લાઈનનું ભંગ કરવા બદલ અને પોલીસ સાથે ઘર્ષણ કરવા બદલ 3 લોકો સામે ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ તમામ લોકોએ સોશિયલ ડીસ્ટન્સ નો ભંગ તથા માસ્ક થી વંચિત હતા. સ્થાનિક પોલીસ ગાઈડ લાઈનના ઉલ્લંઘન બદલ ત્યાં પહોચી હતી ત્યારે એક મોટું ટોળું ઉશ્કેરાઈ ગયું
 
માંડવી તાલુકાના વિરપોર ગામે તાલુકા પંચાયતના શાસક પક્ષ નેતાને ત્યાં રાત્રિના લગ્નમાં સ્થાનિક પોલીસ DJ બંધ કરાવવા જતાં પોલીસ પર સગાવ્હાલાંઓએ પથ્થરમારો કરી પોલીસને દૂર સુધી ભગાડી હતી. તેમ છતાં પોલીસે આખી રાત ગઈ કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી. જો કે પોલીસ પર જાન લેવા હુમલો થતો હોય અને તોય પોલીસે ગંભીર કાર્યવાહી નથી તે ચર્ચાનો વિષય બન્યો છે. હતું અને ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ સાથે  ઘર્ષણ કર્યું હતું. આ ઘટનામાં ઘટનામાં માંડવી પોલીસે 3 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે