બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: વડોદરા. , શુક્રવાર, 27 જુલાઈ 2018 (12:21 IST)

વડોદરામાં પાણીપુરીની વેચાણ પર પ્રતિબંધ

ચોમાસામાં આરોગ્યને ધ્યાનમાં લેતા વડોદરા મ્યુનિસિપાલિટીના આરોગ્ય વિભાગે સમગ્ર વડોદરા શહેરમાં પાણીપુરીવાળા પર સપાટો બોલાવ્યો છે. ફુડ સેફ્ટીને ધ્યાનમાં રાખતા VMC એ લગભગ 7350 કિલો પુરી અને પુરીનુ મટીરિયલ અને 1200 લીટર પાણીને અને 3350 કિલો બટાટા નષ્ટ કર્યુ છે.  વિભાગના સૂત્રો મુજબ પાણીપુરીની ક્વોલિટી સ્કેનર ટેસ્ટ હેઠળ હતી.  પુરીને બનાવતી વખતે અને તેને સ્ટોર કરતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવ્યુ નહોતુ.  પાણીપુરી વિક્રેતાઓ જે પાણી આપતા હતા એ પણ હલકી ક્વોલિટીનુ હતુ. તેમના દ્વારા સર્વ કરવામાં આવતી પ્લેટ પણ સ્વચ્છ નહોતી.  
 
આરોગ્ય વિભાગે શહેરમાં પાણીપુરીના વેચારણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમજ રોગચાળાને લઈને અલગ અલગ વોર્ડમાં ખાણી-પાણીની વસ્તુઓની ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
 
છેલ્લા કેટલાક સમયથી પડી રહેલા વરસાદ અને તેના કારણે નિચાણવાણા વિસ્તારમાં પાણી ભરાતા ઠેરઠેર પાણીજન્ય રોગોની ફરિયાદો ઉઠવા પામી છે. પરિણામે આરોગ્ય વિભાગની ટીમે ગઈ કાલે ગુરુવારે શહેરમાં વિવિધ જગ્યાએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. તેમાં પણ ખાસ કરીને પાણીપુરી બનાવતી જગ્યાએ અને પાણીપુરી માટે ઉપયોગમાં લેવામાં આવતા સડેલા બટાકા સહિતના અખાદ્ય વસ્તુઓનો નાશ કરી હતી અને તેમને નોટિસો ફટકારી હતી.
 

ગુરુવારે આરોગ્ય વિભાગ દ્ગારા સઘન ચેકિંગ કરાયું હતું. પાણીપુરીના 50 યુનિટો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 4000 કિલો અખાદ્ય પુરી, 3350 કિલો બટાટાનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે 1200 લીટર પાણીપુરીના પાણીનો નાશ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કરાયો હતો.