શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 20 ઑગસ્ટ 2021 (09:22 IST)

એક કિલોમીટર લાંબો સમુદ્ર દર્શન વૉક-વેનું શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે

સોમનાથમાં ભારત સરકારની પ્રસાદમ યોજના, ગુજરાત ટુરિઝમ, સોમનાથ ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી 4 પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં સૌથી મહત્ત્વાકાંક્ષી યોજના સાગરદર્શન નામનો એક કિ.મી. લાંબો વોક-વે 45 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે.

અહલ્યાબાઇ નિર્મિત સોમનાથ મહાદેવના મંદિરના વિકાસ કામોનું પણ ખાતમુહૂર્ત કરાશે તેમજ સોમનાથ મંદિર પરિસરમાં 22 કરોડના ખર્ચે નિર્માણ થનાર પાર્વતીજીના મંદિરનું ભૂમિપૂજન કરાશે. વૉક-વેનું લોકાર્પણ થતાં જ તેના પર સ્કૂલના વિદ્યાર્થીઓ, વિવિધ જૂથના લોકનૃત્યો, જૂનાગઢ પોલીસ બેન્ડ, વિવિધ પૌરાણિક પાત્રો સાથેના રથ, બાંટવાની જય ચામુંડા રાસ મંડળીના દાંડિયારાસ, ચોરવાડનું ટિપ્પણી નૃત્ય અને સીદી બાદશાહના ધમાલ નૃત્ય સાથેની શોભાયાત્રા પણ નીકળવાની છે.