સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 નવેમ્બર 2021 (12:50 IST)

તહેવારોમાં મુસાફરી કરતાં પહેલાં જાણી લો સ્પેશિયલ ટ્રેનોનું ટાઇમ ટેબલ, કોઇ ટ્રેનનો સમય બદલાયો તો કોઇ ટ્રેનનો રૂટ

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 05560/05559 અમદાવાદ - દરભંગા - અમદાવાદ, ટ્રેન નંબર 09451/09452 ગાંધીધામ - ભાગલપુર - ગાંધીધામ, ટ્રેન નંબર 04322/04321 ભુજ - બરેલી - ભુજ અને ટ્રેન નંબર 04312 / 4311 ભુજ-બરેલી-ભુજ સ્પેશિયલ ટ્રેન અને ટ્રેન નંબર 05046/05045 ઓખા - ગોરખપુર - ઓખા (ખાસ ભાડા સાથે) ટ્રેન સેવાઓ વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીવીઝનલ રેલ્વે મેનેજર દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ આ ટ્રેનોના સંચાલન સમય અને રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેની વિગતો નીચે મુજબ છે: -
 
1.     ટ્રેન નંબર 05560/05559 અમદાવાદ- દરભંગા - અમદાવાદ સ્પેશ્યલ (સાપ્તાહિક)
ટ્રેન નંબર 05560 અમદાવાદ - દરભંગા ફેસ્ટિવલ સ્પેશિયલ 08 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી 2021 દર (શુક્રવાર) દરમિયાન અમદાવાદથી 20.50 કલાકે ચાલીને 21.52 કલાકે આણંદ પહોંચશે અને ત્રીજા દિવસે સવારે 08.40 વાગ્યે દરભંગા પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર 05559 દરભંગા - અમદાવાદ સ્પેશિયલ દરભંગાથી 06 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી 2021 દર(બુધવાર) ના રોજ દરભંગાથી 16.47 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 07.15 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, વિદિશા, ગંજ બસોદા, બીના, સૌગૌર, દામોહ, કટની મુરવારા, સતના, પ્રયાગરાજ જંકશન, પ્રયાગરાજ રામબાગ, જ્ઞાનપુર રોડ, મનદુવાડીહ, વારાણસી, ગાઝીપુર સિટી, બલિયા, છપરા, સોનપુર, હાજીપુર, મુઝફ્ફરપુર અને સમસ્તીપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં તમામ સામાન્ય કેટેગરીના રિઝર્વ કોચ રહેશે.
 
2.     ટ્રેન નંબર 09451/09452 ગાંધીધામ - ભાગલપુર - ગાંધીધામ (સાપ્તાહિક)
ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ ટ્રેન 01 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી 2021 દરમિયાન દર શુક્રવારે 17.40 કલાકે ગાંધીધામથી ઉપડશે અને ત્રીજા દિવસે 20.15 વાગ્યે ભાગલપુર પહોંચશે. આવી જ રીતે પરત મુસાફરી પર ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન 04 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી,2021 દર સોમવાર ભાગલપુરથી 05::00 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 08.00 વાગ્યે ગાંધીધામ પહોંચશે. મુસાફરી દરમિયાન આ ટ્રેન બંને દિશામાં ભચાઉ, સામખિયાળી, ધ્રાંગધ્રા, અમદાવાદ, નડિયાદ, દાહોદ, રતલામ, ભવાની મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર શહેર, હિંદૌન શહેર, બયાના, ભરતપુર, અછનેરા, મથુરા જ., કાસગંજ, ફરરૂખાબાદ, કાનપુર સેંટ્રલ, લખનઉ, ગોંડા, બસ્તી, ગોરખપુર, નરકતીયાગંજ, બેટિયા, સાગૌલી, બાપુદામ મોતીહારી, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, બરાઉની, બેગુસરાઇ, મુંગેર અને સુલ્તાનગંજ સ્ટેશનો પર રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ કોચ હશે. આ ટ્રેન સંપૂર્ણ રીતે અનામત રહેશે.
 
3.     ટ્રેન નંબર 04322/04321 ભુજ - બરેલી - ભુજ ફેસ્ટિવલ સ્પેશ્યલ (વિશેષ ભાડા સાથે)
ટ્રેન નંબર 04322 ભુજ - બરેલી સ્પેશ્યલ 02 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2021 સુધી દર સોમવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે ભુજથી 18:05 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 20:35 વાગ્યે બરેલી પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર 04321 બરેલી - ભુજ સ્પેશિયલ 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી,2021 સુધી બરેલીથી દર સોમવાર,બુધવાર,શુક્રવાર અને રવિવારે સવારે 06.35 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 08:50 વાગ્યે ભુજ પહોંચશે.  આ ટ્રેન બંને દિશામાંગાંધીધામ, સામખિયાળી, ભીલડી, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર, કિશનગઢ, નરેના, ફુલેરા, જયપુર, ગાંધીનગર, ગોટેરજગતપુરા, દૌસા, બાંદિકુઇ, રાજગઢ, અલવર, ખેરથલ, રેવારી, પટૌદિરોડ, ગઢી હરસારુ, ગુડગાંવ, પાલમ, દિલ્હી કેન્ટ, દિલ્હી સરાહી રોહિલા, દિલ્હી જંકશન, ગાઝિયાબાદ, પીલખુવા, હાપુડ, ગજરૌલા, અમરોહા, મુરાદાબાદ, રામપુર અને મિલ્ક સ્ટેશનો પર રોકાશે. ટ્રેન નંબર 04321 ભુજ - બરેલી માલાખેડા સ્ટેશન પર રોકાશે.
 
4.     ટ્રેન નંબર 04312/4311 ભુજ- બરેલી- ભુજ ફેસ્ટિવલ સ્પેશ્યલ (વિશેષ ભાડા સાથે)
ટ્રેન નંબર 04312 ભુજ - બરેલી સ્પેશ્યલ 1 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી, 2021 દરમિયાન દર મંગળવાર, બુધવાર અને શુક્રવારે બપોરે 15.50 વાગ્યે ભુજથી દોડશે અને બીજા દિવસે 20:35 વાગ્યે બરેલી પહોંચશે. બદલામાં, ટ્રેન નંબર 04311 બરેલી - ભુજ સ્પેશિયલ બરેલીથી 2 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી, 2021 સુધી  મંગળવાર, ગુરુવાર અને શનિવારે સવારે 06.35 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 11.00 વાગ્યે ભુજ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં માર્ગમાં, ગાંધીધામ, સામખિયાળી, ધાંગધ્રા, વિરમગામ, આમલી રોડ, મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ, જંકશન, સોજત રોડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, નારાયણા, ફુલેરા, જયપુર, ગાંધીનગર, ગોટેરજગતપુરા, દૌસા , બાંદિકુઇ, રાજગઢ, અલવર, ખેરથલ, રેવારી, પાટોદીરોડ, ગઢી હરસારુ, ગુડગાંવ, પાલમ, દિલ્હી કેન્ટ, દિલ્હી સરાહી રોહિલા, દિલ્હી જંકશન, ગાઝિયાબાદ, પીલખુઆ, હાપુડ, ગજરૌલા, અમરોહા, મુરાદાબાદ, રામપુર અને મિલ્ક સ્ટેશનો પર રોકાશે. ટ્રેન નંબર 04311 ભુજ - બરેલી માલખેડા સ્ટેશન પર રોકાશે.
 
5.     ટ્રેન નંબર 05046/05045 ઓખા - ગોરખપુર - ઓખા એક્સપ્રેસ સ્પેશ્યલ (સાપ્તાહિક)
ટ્રેન નં. 05046 ઓખા-ગોરખપુર સ્પેશિયલ ટ્રેન દર રવિવારે 21.00 વાગ્યે ઓખાથી ઉપડશે અને મંગળવારે સાંજે 19.25 વાગ્યે ગોરખપુર પહોંચશે. આ ટ્રેનને 28 માર્ચ 2021 સુધી લંબાવી દેવામાં આવી છે. આવી જ રીતે પરત મુસાફરી દરમિયાન ટ્રેન નં. 05045 ગોરખપુર-ઓખા સ્પેશિયલ ટ્રેન દર ગુરુવારે સવારે 04.45 વાગ્યે ગોરખપુરથી ઉપડશે અને શનિવારે સવારે 03.55 વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન 25 માર્ચ 2021 સુધી ચાલશે. આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દીશામાં દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ જિ., અમદાવાદ, આનંદ જં. , છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્ષી, શાહજહાંપુર, બિયાવર, રાજગઢ, રૂથ્યાઈ, ગુના, અશોકનગર, મુગાવલી, બીના, ઝાંસી, ગ્વાલિયર, મુરેના, ધૌલપુર, આગ્રા કેન્ટ, ટુંડલા જન., ઇટાવા, કાનપુર સેન્ટ્રલ, એશબાગ, બાદશાહનગર, બારાબંકી, ગોંડા અને બસ્તી સ્ટેશનો પર રોકશે. આ સ્પેશિયલ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ હશે. આ ટ્રેન સંપૂર્ણ રીતે અનામત રહેશે.
 
ટ્રેન નબર 05560 અને 09451 નું બુકિંગ 01 જાન્યુઆરી 2021 તથા ટ્રેન નંબર 05046 નું બુકિંગ 02 જાન્યુઆરી 2021 થી નામિત PRS કાઉન્ટર અને IRCTC ની વેબસાઇટ પર ચાલુ થશે.