તહેવારો પૂર્ણ થતાં રસીકરણ ઝૂંબેશ બન્યું વેગવંતુ, 136 સેન્ટરો પર રસીકરણ શરૂ
દેશભર સહિત તમામ રાજ્યોમાં કોરોના વેક્સીનેશન ઝડપથી ચાલી રહ્યું છે. આ દરમિયાન તહેવારોની સિઝન પુરી થતાં જ રસીકરણ ભાર મુકવામાં આવી રહ્યો છે. જોકે તહેવારોમાં મેડિકલ સ્ટાફ પણ તહેવારોની ઉજવણી કરી શકે તે માટે બે દિવસ રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે. પરંતુ તહેવારો પૂર્ણ થતાં જ ફરી રસીકરણ તેજ કરવામાં આવ્યું છે.
શહેરમાં પ્રથમ ડોઝ માટે 33 સેન્ટર પર જ જ્યારે 77 સેન્ટર પર બીજા ડોઝ માટે રસી આપવામાં રહી છે. જ્યારે 7 સેન્ટર પર એપાઈન્ટમેન્ટ લેનારાને રસી આપવામાં રહી છે. 2 સેન્ટર પર વિદેશ જનારા માટે ખાસ વેક્સિન આપવામાં રહી છે. જ્યારે 17 સેન્ટર પર કોવેક્સિન આપવામાં આવી રહી છે. આજે 136 જેટલા સેન્ટર પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો થતો રહે છે. જોકે, કેસ 10ની નીચે રહેતા થોડી રાહત છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેર જિલ્લામાં 8 કેસનો વધારો થયો છે. આ સાથે કોરોના વેક્સિનેશનની કામગીરી પણ તેજ કરવામાં આવી છે. આજે 136 સેન્ટર પર રસીકરણ કરવામાં આવી રહ્યું છે.