ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 8 નવેમ્બર 2021 (09:51 IST)

છત્તીસગઢમાં CRPF કેમ્પમાં હિંસક અથડામણ

છત્તીસગઢના સુકમામાં CRPF(સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના જવાને ગત મોડી રાત્રે AK-47 વડે તેના સાથી જવાનો પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં 4 જવાનો શહીદ થયા હતા, જ્યારે 3 ઘાયલ થયા છે. ફાયરિંગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
 
મોડી રાત્રે લગભગ 3.15 કલાકે CRPF જવાન રિતેશ રંજને તેના સાથી જવાનો પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ગોળી વાગવાથી બે જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.