ગુરુવાર, 3 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 નવેમ્બર 2021 (08:13 IST)

પાકની નાપાક હરકત : પાકિસ્તાનની નૌસેનાનો ઓખા પાસે દરિયામાં ગોળીબાર, ભારતીય માછીમારનું મૃત્યુ

ઓખા બંદરથી માછીમારી કરવા ગયેલી જલપરી બોટ પર પાકિસ્તાનની એજન્સીએ ફાયરિંગ કર્યુ , એક માછીમારનું મોત એક ઘાયલ . ઓખા મરીન પોલીસ દ્વારા આ મામલે પંચનામું કરવામાં આવ્યું . ગીર સોમનાથના માઢવડ ગામની બોટ હતી જેમાં કુલ 7 માછીમારો સવાર હતા દ્વારકાના ઓખા બંદરથી માછીમારી કરવા ગયેલી જલપરી નામની બોટ પર પાકિસ્તાનની એજન્સીએ ગોળીબાર કર્યો હતો . જેથી એક માછીમારનું મૃત્યુ થયું છે . તથા અન્ય એક માછીમાર ઈજાગ્રસ્ત થયો છે . જેને ઓખા બંદરે લાવવામાં આવ્યાં છે . ઈજાગ્રસ્ત માછીમારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે .
 
પોરબંદરની ભારતીય જળ સીમાથી પાકિસ્તાન મરીને શ્રી પદમાણી કૃપા નામની બોટ સાથે 6 માછીમારોનું અપહરણ કર્યું હતું. ઓખાની જલપરી નામની બોટ પર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ સાથે વેરાવળની ફિશિંગ બોટ પર ફાયરિંગ કર્યું હોવાનું પણ અનુમાન છે.