શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 25 ઑક્ટોબર 2021 (19:45 IST)

જીતના નશામાં પાકિસ્તાની ભાન ભૂલ્યા, હવાઈ ફાયરિંગમાં 12 લોકો થયા ઘાયલ

T20 વર્લ્ડ કપમાં ભારત સામેની ઐતિહાસિક જીતની ઉજવણીમાં પાકિસ્તાનીઓએ હાહાકાર મચાવ્યો હતો. ઇસ્લામાબાદ, કરાચી, રાવલપિંડી અને ક્વેટા જેવા મોટા શહેરોમાં રવિવારે રાત્રે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ હવામાં ફાયરિંગ કરીને ખુશી પણ વ્યક્ત કરી હતી. એકલા કરાચીમાં જ અલગ અલગ જગ્યાએ હવાઈ ફાયરિંગની ઘટનાઓમાં ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા છે.
 
કરાચીમાં ફાયરિંગમાં પોલીસ કર્મચારી સહિત 12 લોકો ઘાયલ 
 
કરાચી પોલીસે જણાવ્યું કે રવિવારે રાત્રે ઉજવણી દરમિયાન શહેરના જુદા જુદા ભાગોમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અજાણ્યા લોકોના ફાયરિંગમાં સબ ઇન્સ્પેક્ટર સહિત 12 લોકો ઘાયલ થઈ ગયા. કરાચીના ઓરંગી ટાઉન સેક્ટર-4 અને 4K ચૌરંગીમાં અજ્ઞાત દિશામાંથી આવતી ગોળીઓના કારણે બે લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે ગુલશન-એ-ઇકબાલમાં હવાઈ ફાયરિંગમાં સામેલ લોકો સામે ઓપરેશન દરમિયાન એક સબ-ઈન્સ્પેક્ટરને ગોળી વાગી હતી.
 
રસ્તા પર નાચતા ગાતા નીકળ્યા પાકિસ્તાની 
 
આ બે ઘટનાઓ ઉપરાંત કરાચીના સચલ ગોથ, ઓરંગી ટાઉન, ન્યુ કરાચી, ગુલશન-એ-ઈકબાલ અને મલીર સહિતના જુદા જુદા વિસ્તારોમાં હવાઈ ગોળીબારના અહેવાલ છે. લોકોએ રસ્તાઓ પર ઉગ્ર નૃત્ય કર્યું અને ફટાકડા ફેંક્યા. લોકો રસ્તા પર ડાન્સ કરી રહ્યા હતા, સાથે જ પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર પણ આ ખુશી જોવા મળી હતી.

 
ઈમરાન ખાને ટીમને જીત પર પાઠવ્યા અભિનંદન
 
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ટી20 વર્લ્ડ કપમાં જીત બદલ ટીમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે પાકિસ્તાની ટીમને અભિનંદન, ખાસ કરીને બાબર આઝમ, જેમણે ખૂબ હિંમતથી ટીમનું નેતૃત્વ કર્યું અને રિઝવાન અને શહીન આફ્રિદી, જેમણે શાનદાર પ્રદર્શન કર્યું.
 
પાક આર્મી ચીફ પણ અભિનંદન આપતા જોવા મળ્યા
 
પાકિસ્તાન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ પણ પાકિસ્તાની ક્રિકેટ ટીમને જીત પર અભિનંદન આપ્યા હતા. DG ISPRએ ટ્વીટ કરીને લખ્યું કે આર્મી ચીફ (COAS) એ પાકિસ્તાન ક્રિકેટ ટીમને ICC T20 વર્લ્ડ કપ મેચમાં ભારત સામેના શાનદાર પ્રદર્શન અને શાનદાર જીત માટે અભિનંદન પાઠવ્યા.