ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 નવેમ્બર 2021 (12:32 IST)

વાંકાનેર પાસે ગમખ્વાર અકસ્માત

વાંકાનેરના કણકોટ ગામ નજીક ગંભીર અકસ્માત, કાર કૂવામાં ખાબકતા એક જ પરિવારના 4 સભ્યોના મોત
 
મોરબીના વાંકાનેર તાલુકાના કણકોટ ગામ પાસે ઈકો કાર કૂવામાં પડતા એક જ પરિવારના 4 સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. અમદાવાદનો પ્રજાપતિ પરિવાર દિવાળી કરીને ઘરે ઘરે પરત ફરી રહ્યો હતો એ જ સમયે તેઓ જે કારમાં બેઠેલા તે ઈકો કારના ડ્રાઈવરને ઝોંકુ આવી જતા એકાએક કાર રોડ પરથી નીચે ઊતરી ગઈ અને કૂવામાં ખાબકી ગઈ