બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 19 માર્ચ 2019 (12:35 IST)

ટ્વિટર પર ભાજપનું ચોકીદાર પછી હવે હાર્દિકનું બેરોજગાર સોશિયલ મિડિયામાં નવો ટ્રેન્ડ

#WeWantChowkidar ચોકીદાર ચોર હે ના સૂત્રને વહેતુ કરી કોંગ્રેસે રાફેલ કૌભાંડ મુદ્દે ભાજપને ઘેરવા તૈયારીઓ કરી છે ત્યાં ભાજપે પણ સામે વળતો પ્રહાર કરી મે હું ચોકીદાર એવો પ્રચાર શરુ કર્યો છે.હવે હાર્દિક પટેલે નવુ અભિયાન છેડયુ છે જેમાં ચોકીદારને બદલે હવે બેરોજગાર શબ્દ વહેતો કરાયો છે.હાર્દિક પટેલે ખુદ ટ્વિટર હેન્ડલ પર બેરોજગાર હાર્દિક પટેલ એવુ લખ્યુ છે.
સોશિયલ મિડિયામાં ચોકીદાર ચોર હે અને મે હું ચોકીદાર તેવા મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામસામે છે.એક તરફ,ભ્રષ્ટાચારને લઇને આરોપ થઇ રહ્યાં છે તો,બીજી તરફ રાષ્ટ્રના વિકાસ,કાળા નાણાં,ભ્રષ્ટાચારને રોકવા ચોકીદારને મુદ્દો બનાવાઇ રહ્યો છે. હવે હાર્દિક પટેલે આ લડાઇમાં ઝંપ લાવ્યુ છે. હાર્દિક પટેલે બેરોજગારીનો મુદ્દો ઉઠાવી ભાજપ સામે જંગ છેડયો છે.તેણે ટ્વિટર હેન્ડલ પર તેના નામ સાથે બેરોજગાર શબ્દ જોડયો છે. ટ્વિટર લખ્યુ છેકે,બેરોજગાર હાર્દિક પટેલ. સોશિયલ મિડિયામાં પાટીદાર યુવાઓ પણ નામ આગળ બેરોજગાર લખતા થયાં છે. એનએસયુઆઇના નેતાઓ,કાર્યકરો , યુથ કોંગ્રેસના સદસ્યો પણ આ ઝુંબેશમાં જોડાઇ રહ્યાં છે. આ બધાય યુવાઓ પોતાના નામ આગળ બેરોજગાર લખીને બેરોજગારીની સમસ્યાને અનોખી રીતે રજૂ કરી રહ્યાં છે.
પ્રદેશ પ્રવકતા મનિષ દોશીથી માંડીને પ્રદેશના હોદ્દેદારો,ધારાસભ્યો પણ ટ્વિટર નામ આગળ ચોકીદાર ચોર હે લખી રહ્યાં છે. કોંગ્રેસે ફેસબુક અને ટ્વિટર બેરોજગારી સહિત અન્ય મુદ્દાઓને પણ આ રીતે લોકો સુધી લઇ જવા રણનીતિ ઘડી કાઢી છે.