શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 માર્ચ 2019 (20:44 IST)

ગુજરાત કોંગ્રેસની વેબસાઈટ પર હાર્દિક પટેલનો જુનો અશ્લિલ વીડિયો મુકાયો

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. લોકસભાની ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસની વેબસાઈટ હેક થયાના સમાચાર સામે આવ્યા છે. હેકર દ્વારા વેબસાઈટ હેક કર્યા બાદ હાર્દિકનો જુનો અશ્લિલ વીડિયો કોંગ્રેસના વેબ પેજ પર અપલોડ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત કોંગ્રેસની વેબસાઈટ હેકર દ્વારા હેક કરવામાં આવી છે. વેબસાઈટ હેક કર્યા બાદ હેકર્સે હાર્દિક પટેલનો જુનો અશ્લિલ વીડિયો કોંગ્રેસના વેબ પેજ પર મુકી દીધો છે. હાલમાં કોંગ્રેસનું વેબ પેજ બંધ આવી રહ્યું છે. આ બાજુ ભાજપના પ્રવક્તા તજેન્દ્રસિંહ બગ્ગાએ કોંગ્રેસની વેબસાઈટના સ્ક્રિન શોર્ટ મુકી ટ્વીટર પર રાહુલ ગાંધીને પુછ્યું છે કે, તમે આવા લોકોને પ્રમોટ કરી વોટ માંગશો.


લોકસભાની ચૂંટણીની તૈયારીઓ બંને પક્ષ દ્વારા પુરા જોર શોરથી ચાલી રહી છે. હાર્દિક પટેલની જો વાત કરીએ તો, હાર્દિક પટેલે હમણાં જ કોંગ્રેસ પક્ષ સાથે વીધિ વત રીતે જોડાયો છે, ત્યારે કોંગ્રેસની વેબસાઈટ હેક કરી હાર્દિકના જુના અશ્લિલ વીડિયો વેબ પેજ પર મુકવામાં આવતા, ભાજપના જ હેકર્સ દ્વારા આ કામગીરી કરવામાં આવી હશે તેવી આશંકા લોકો વ્યક્ત કરી રહ્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા પણ હાર્દિક પટેલના આ વીડિયો વાયરલ થયા હતા, અને ભાજપે તે વીડિયો મુદ્દે હાર્દિકની છબી પર અનેક પ્રશ્ન ઉભા કર્યા હતા. હવે લોકસભા ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસની વેબ સાઈટ હેક કરી આ જુના વીડિયો અપલોડ કરવામાં આવતા, લોકો ચર્ચા કરી રહ્યા છે કે, હાર્દિકની છબી ખરાબ કરવાનું આ એક ષડયંત્ર હોઈ શકે છે.