મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 માર્ચ 2019 (14:44 IST)

હાર્દિકની કારે બાઈક ચાલકને અડફેટે લીધો, પોલીસ સાથે નિવેદન મુદ્દે બોલાચાલી થઈ

પાસ નેતા હાર્દિક પટેલની કારે રાજકોટ-ચોટીલા હાઇવે પર એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો. જ્યારે બાઇક સવારને ગંભીર ઇજા પહોંચી હતી. જેને લઇ બાઇક સવારને સારવાર અર્થે રાજકોટ હોસ્પિપટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માતના પગલે પોલીસ ઘટના સ્થળ પુછપરછ હાથ ધરી હતી પરંતુ હાર્દિક પટેલે પોલીસને નિવેદન આપવાનો ઇન્કાર કર્યો હતો.  પોલીસે સ્થળ પર પહોંચી ઘટના અંગે હાર્દિક પટેલ સહિત ડ્રાઇવનું નિવેદન લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હાર્દિક પટેલે નિવેદન આપવાનો ઇન્કરા કર્યો હતો. આ બાબતે હાર્દિક અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ હતી. અને હાર્દિકે પોલીસને કહ્યું હતું કે, ડ્રાઇવરનું જ નિવેદન હોય સાથે મારૂ નિવેદન ના હોય. ત્યારે પોલીસે કહ્યું કે તમે ખોટી દલિલ કરો છો અક્સમાત સમયે ગાડીમાં સવાર બધા લોકોના નિવેદન લેવા જરૂરી છે. જોકે બાદમાં ચોટીલના કોંગ્રેસ ધારાસભ્ય ઋત્વિજ મકવાણા સ્થળ પહોંચી ગયા હતા અને હાર્દિક પટેલને પરત જવા માટે કહી મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો.