સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 જૂન 2021 (17:37 IST)

કોવેક્સીનમાં ગાયના વાછરડાના લોહીના ઉપયોગ પર ભારત બાયોટેકે આપી કોંગ્રેસને સફાઈ

દેશમાં કોરોના વિરુદ્ધ વેક્સીનેશનનુ કામ જોરો પર છે. પણ વેક્સીનને લઈને અનેક પ્રકારના મામલા સામે આવી રહ્યા છે. કોરોના વેક્સીનને લઈને શરૂઆતમાં અનેક સવાલ પણ ઉભા કરવામાં આવ્યા હતા. આ વચ્ચે ભારત બાયોટેકની કો-વેક્સીનને લઈને કોંગ્રેસ નેતા ગૌરવ પાંઘી દ્વારા એક દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા ગૌરવનુ કહેવુ છે કે કોવેક્સીનને બનાવવા માટે ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ દવો તેમણે એક  RTI માં મળેલા જવાબના આધાર પર કર્યો છે. આ નિવેદન પછી કોવેક્સીનની ચર્ચાએ જોર પકડ્યુ છે અને ભારત બાયોટેકને પણ પોતાનો ખુલાસો આપવો પડ્યો છે. 
 
કોંગ્રેસના ગૌરવ પાંધીનુ કહેવુ છે કે 20 દિવસથી ઓછી વયવાળા ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ કોવેક્સીનમાં કરવામાં આવે છે  જો આવું છે, તો સરકાર દ્વારા પહેલા આ અંગે માહિતી કેમ ન આપવામાં આવી, કારણ કે આનાથી લોકોની ધાર્મિક ભાવનાઓને દુખ પહોચી શકે છે. 
 
ગૌરવ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યુ છેકે એક  RTIના જવાબમાં મોદી સરકારે માન્યુ છે કે કોવેક્સીનમાં ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ થાય છે. તેમા 20 દિવસથી ઓછી વયના વાછરડાને મારીને તેનો ઉપયોગ થાય છે. આ જઘન્ય અપરાધ છે. આ માહિતી પહેલાથી સૌની સામે આવવી જોઈએ. ગૌરવ પાંઘી દ્વારા આ મુદ્દા પર અન્ય અનેક ટ્વીત કરવામાં આવ્યા અને ગંભીર સવાલ ઉભા કર્યા છે.  જે  આરટીઆઈ શેયર કરવામાં આવી છે, તેમા માહિતી આપવામાં આવી છે કે કંપનીઓ દ્વારા આપવામાં આવેલા ડેટા મુજબ, ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ વીરો સેલ્સના રિવાઈવલ પ્રોસેસ માટે કરવામાં આવે છે. 
 
વિવાદ પર ભારત બાયોટેકે કર્યો ખુલાસો 
 
આ દાવા પછી સોશિયલ મીડિયા પર સતત કોવેક્સીનનને લઈને સવાલ ઉભા થવા લાગ્યા. તમામ સવાલો વચ્ચે ભારત બાયોટેક દ્વારા ચોખવટ રજુ કરવામાં આવી છે. ભારત બાયોટેકનુ કહેવુ છે કે વાયરલ વેક્સીનના નિર્માણ માટે ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ સેલ્સની ગ્રોથ માટે હોય છે, પણ SARS CoV2 વાયરસની ગ્રોથ કે ફાઈનલ ફોર્મૂલામાં તેનો ઉપયોગ થયો નથી 
 
ભારત બાયોટેકનુ કહેવુ છે કે કોવેક્સીન સંપૂર્ણ રીતે શુદ્ધ વેક્સીન છે. જેને બધી અશુદ્ધિઓને હટાવીને તૈયાર કરવામાં આવ્યુ છે.  વાછરડાના સીરમનો ઉપયોગ વેક્સીનના નિર્માણ માટે અનેક દસકાથી દુનિયાભરમાં કરવામાં આવી રહ્યો છે. છેલ્લા લગભગ નવ મહિનાથી તેના વિશે સાર્વજનિલ પ્લેટફોર્મ પર માહિતી આપવામાં આવી ચુકી છે.