ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 18 ડિસેમ્બર 2021 (20:35 IST)

ભરૂચ: બંબુસરના સરપંચનું અલ્લા બંદગી કરતાં કરતાં નિધન, મતદાન મુલતવી રહેશે

ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇછે અને પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે.  ત્યરે ભરૂચ તાલુકાના બંબુસર ગામે ચૂંટણી પહેલા જ અઘટિત બનાવ બન્યો છે. છેલ્લા 20 વર્ષથી આ ગામમાં 20 વર્ષ ચૂંટણી યોજાઇ નથી, છેલ્લી 4 ટર્મથી સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવતા 54 વર્ષીય ઉસ્માન પટેલનું હાર્ટ એટેકથી નિધન થયું છે સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જાયો છે. 
 
1200 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં છેલ્લા 20 વર્ષોથી ચૂંટણી યોજાઇ જ નથી, ગ્રામજનોની એકતાના લીધે છેલ્લી 4 ટર્મથી 54 વર્ષીય ઉસ્માનભાઇ પટેલ બિનહરિફ ચૂંટાતા આવતા હતા અને તેમણે ગામમાં વિકાસના અનેક કાર્યો કર્યા છે. તેમની લોકચાહના અને કામગીરીના લીધે લીધે છેલ્લી ચાર ટર્મથી ચૂંટણીના બ્યૂંગલ સંભળાયા નથી. 
 
જોકે આ વખતે થોડોક માહોલ અલગ હતો. વર્ષો બાદ ગામમાં ચૂંટણીનો માહોલ સર્જાયો હતો. જેમાં ઉસ્માનભાઇની સામે સઇદભાઇ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. 
વિકાસશીલ પેનલમાંથી ઉમેદવારી કરનારા ઉસ્માનભાઈ શુક્રવારે જુમ્માની નમાઝ અદા કરવા મસ્જીદમાં ગયા હતા. જ્યાં નમાઝ પઢતી વખતે જ તેમને હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું. ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રચાર સાંજે શાંત થવાનો હતો. તે પહેલા જ સરપંચ પદના ઉમેદવારના નિધનથી ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
 
મામલતદારે જણાવ્યું હતું કે મતદાનનાં બે દિવસ પહેલા જ સરપંચ પદના ઉમેદવારનું નિધન થયુ છે. આ અંગે ગ્રામ્ય મામતદાર રોશની પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતું કે, આવા સંજોગોમાં સરપંચ પદ માટેનું મતદાન નહીં થાય. અમે આ અંગે રાજ્ય ચૂંટણી આયોગને જાણ કરીશું. પાછળથી સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાશે. હાલમાં માટે સભ્ય પદ માટે મતદાન થશે. ઉલ્લેખનીય છે કે, ઉસ્માનભાઈની વિકાસશીલ પેનલના ચાર સભ્યો પહેલા જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતાં.