શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 ડિસેમ્બર 2021 (13:05 IST)

ઓનલાઈન મોબાઈલ ગેમ રમવાની ના પાડતાં વાપીનો બાળક ઘર છોડીને ભાગ્યો, 6 દિવસ બાદ રાજસ્થાનથી મળ્યો

વાપીના ડુંગરા ખાતે રહેતો અભિષેક ભગવાન યાદવ (ઉં.વ.14) સ્કૂલ-બેગમાં આ લખી ઘરથી ભાગી છૂટ્યો હતો, જે ગુરુવારે રાજસ્થાનના રાની રેલવે સ્ટેશને લોકોને ટ્રેન અંગે પૂછપરછ કરતા દેખાયો હતો, જેથી સ્ટેશનના પોઇન્ટ મેન કિશનારામે તેને બોલાવી પૂછપરછ કરતાં તે વાપીમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું.

બાળકના સ્કૂલ-સંચાલક અને પરિવારજનો સાથે વીડિયો-કોલ પર વાત કરાવતાં તે 9મીએ ગુમ થયાનું જાણવા મળ્યું હતું, જે બાદ બાળકને તેનાં પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો.બાળકના પિતા ભગવાન યાદવએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર અભિષેક 9 ડિસેમ્બરે સ્કૂલમાં અભ્યાસ કરવા નીકળ્યો હતો. જોકે મોડે સુધી પરત ન આવતાં તેની શોધખોળમાં બેગ સ્કૂલમાંથી મળ્યા બાદ અંદરથી લેટર મળ્યો હતો.

લોકડાઉન બાદ ઓનલાઇન અભ્યાસ કરતાં કરતાં અભિષેકને ગેમ રમવાની ટેવ પડતાં ઘણીવાર મોબાઇલમાંથી ગેમ ડિલિટ કરી દેવા છતાં તે માનતો નહોતો અને ગેમ ફરીથી ઇન્સ્ટોલ કરી રમવાથી ગુમસૂમ- સાઇકોની જેમ થઇ ગયો હતો.