સંબંધિત સમાચાર
- IOCLના કોન્ટ્રાકટ પરના 400થી વધુ કર્મચારીઓને પગાર ન મળતા હોબાળો
- ગુજરાતમાં કોરોનાના કુલ 8544 પોઝિટીવ કેસ, મૃત્યુઆંક 500નો આંકડો પાર કરી ગયો
- કોરોના લૉકડાઉન: જો તમારે વિશેષ ટ્રેનથી મુસાફરી કરવી હોય, તો આ બાબતોનું ધ્યાન રાખો, જાણો શું કરવું અને શું નહીં
- આજે વિશ્વ નર્સિંગ દિવસ: ખંતપૂર્વક દર્દી સેવા કરતા વિશ્વ વ્યાપી સમુદાયને સલામ...
- Nursing Day Special ફરજનિષ્ઠાને સલામ ! : માત્ર ત્રણ વર્ષની દીકરીને પોતાનાથી અળગી કરીને ફરજ નિભાવે છે આ યુવાન પરિચારિકા
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ગુજરાત હાઈકોર્ટનો ઝાટકો, ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદ્દ
ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે આજે વીડિયો કોન્ફરન્સિંગથી ચૂદાકો આપ્યો હતો. ચુકાદો ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિરૂધ્ધમાં આવ્યો હતો અને કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. ધોળકા બેઠકની ચૂંટણી રદ્દ કરવામાં આવી છે. ભુપેન્દ્રસિંહ 327 મતોની પાતળી સરસાઇથી વિધાનસભાની ચુંટણીમાં ધોળકા બેઠક પર જીત મેળવી હતી. તેની સામે અશ્વિન રાઠોડે એવો આક્ષેપ કર્યો છે કે, મતગણતરી વખતે ગણતરીમાં બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીતિ આચરવામાં આવી છે. આ કેસમાં બન્ને પક્ષે સાક્ષીઓની જુબાની લેવામાં આવ્યાં બાદ રિટર્નિગ ઓફિસર ધવલ જાનીની ટ્રાન્સફર કરવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો હતો.

