શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 12 મે 2020 (12:47 IST)

IOCLના કોન્ટ્રાકટ પરના 400થી વધુ કર્મચારીઓને પગાર ન મળતા હોબાળો

વડોદરા શહેરના છેવાડે કોયલી ગામ પાસે આવેલી IOCLના કોન્ટ્રાકટ પરના 400થી વધુ કર્મચારીઓને 2 મહિનાથી પગાર ન મળતા કંપનીના ગેટ બહાર હોબાળો મચાવ્યો હતો અને 2 મહિનાનો પગાર ચુકવવાની માંગ કરી હતી. કોરોના વાઈરસને લઇને લોકડાઉનમાં કોઈનો પગાર ન રોકવાના સરકારનો આદેશ હોવા છતાં IOCLના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને માર્ચ અને એપ્રિલ માસનો પગાર ચુકવવામાં આવ્યો નથી. જેને પગલે કર્મચારીઓનો રોષ જોવા મળી રહ્યો છે. બે મહિનાનો પગાર ન મળતા કર્મચારીઓને પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની ગયું છે. જેથી આજે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ IOCL ગેટ ઉપર એકત્ર થયા હતા અને હોબાળો મચાવ્યો હતો અને 2 મહિનાનો પગાર આપવાની માંગ કરી હતી. લોકડાઉનમાં પગાર ન મળતા ખુબ જ મુશ્કેલીમાં મુકાઇ ગયા છીએ IOCLના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં પગાર ન મળતા ખુબ જ મુશ્કેલીમાં મુકાઇ ગયા છીએ અને પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની ગયું છે. અમને પગાર મળે તો અમારી મુશ્કેલી દૂર થઇ શકે તેમ છે.