શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 મે 2020 (10:42 IST)

માતા અને વરિષ્ઠ પોલીસ અધિકારી: હું બંને તરફથી સંપૂર્ણ રીતે જવાબદારીની લાગણી અનુભવું છું

સરોજ કુમારી આઇપીએસ વડોદરા શહેરના વહીવટ અને મુખ્ય મથકના ડીસીપી છે.  ઘર તથા ફરજના ભાગરૂપે  માતૃભાવે સેવાકીય પ્રવૃત્તિ કરતા સરોજ કુમારી કહે છે કે; તેઓ સાત અને આઠ વર્ષના ભત્રીજા અને ભત્રીજી અને ૭૦ વર્ષથી ઉપરની વયના માતા પિતા સાથે રહે છે.
 
સરોજકુમારી કહે છે કે તેઓ ઘરમા મહિલા તરીકેની ભૂમિકા નિભાવે છે અને સાથે પોલીસ વહીવટ અને મુખ્ય મથક નાયબ કમિશનર તરીકેની ભૂમિકા પણ નિભાવે છે ,  તેઓ તેમના સ્ટાફની વ્યક્તિગત કાળજી લેવાના પણ પ્રયાસ કરે છે જેમાં તેમના ખોરાક,  પોષક પૂરવણીઓ, PPE કીટ્સ , માસ્ક્સ, સનિટીઝરસ, તબીબી ચેકઅપ દવાઓ, વગેરેનો સમાવેશ  હોય છે. તેઓ તેમની ફરજ ક્યાં નિભાવી રહ્યા છે તેની પણ કાળજી લે છે અને સતત સંપર્કમાં રહીને તેની તપાસ રાખે છે.
તેણી શહેરના 700 નોંધાયેલા વરિષ્ઠ નાગરિકોની સંભાળ રાખે છે, જેઓ એકલા રહે છે જેની "વરિષ્ઠ નિર્ભયમ" સેલ  દ્વારા કાળજી લેવામાં આવે છે. તેઓ આગળ કહે છે કે તેમને અને તેમના સ્ટાફે બે હજારથી વધુ લોકોને મધ્યસ્થ સુવિધાઓ, ચેકઅપ, દવાઓ, વગેરે પ્રદાન કર્યું છે, અને આ રીતે તેમણે પોતાના પરિવારજનોનો વધારો કર્યો છે. આ લોકડાઉન દરમિયાન જ્યારે વડોદરામાં વરિષ્ઠ નાગરિકો છે કે જેઓ એકલા રહે છે તેમની સાથે સમય પસાર કરવાની માંગ કરે છે,  જે આ દિવસોમાં ભલામણ અને તેમની કોરોના સંવેદનશીલતાને કારણે કરવામાં  આવે તેમ નથી,  જેથી તેઓ મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સકો પણ તેમની સહાય માટે પ્રદાન કરી રહ્યા છે.  
 
 
તેઓ શહેરમાં આવેલા ઘરવિહોણા બાળકોની પણ સંભાળ લે છે અને તેમની"સમજ સ્પર્શની" ટીમ દ્વારા તેમને ખાદ્ય સુવિધાઓ પ્રદાન કરે છે. તેઓએ "પોલીસ કિચન "શરૂ કર્યું છે જ્યાં તેઓ લોક ડાઉન શરુ થયું તે દિવસથી આજ સુધી દરરોજ ૫૦૦ થી વધુ લોકો માટે ભોજન બનાવે છે. તેથી તેઓ કહે છે કે ,મેં એવી સેવાઓ પ્રદાન કરી કે જેને કર્તવ્યના ભાગરૂપે ક્યારેય વિચારી પણ નથી,  પરંતુ આજે હું તે બજાવી રહી છું અને તેનાથી આનંદ અનુભવું છું.