સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 નવેમ્બર 2023 (17:30 IST)

Hardik Patel Case- ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને મોટો ઝટકો,પોલીસ સાથે ગેરવર્તણૂકના કેસમાં રાહત નથી મળી

Hardik Patel cae news- ધારાસભ્ય હાર્દિક પટેલને મોટો ઝટકો લાગ્યો છે. પાટીદાર આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસ દરમિયાન પોલીસ સાથે ગેરવર્તણૂકના કેસમાં BJP ના ધારાસભ્ય હાર્દિક પટેલને રાહત નથી મળી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા કેસમુક્ત થવા માટે અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટે નામંજુર કરી છે. હવે હાર્દિક પટેલ આગામી દિવસોમાં સેશન્સ કોર્ટમાં અરજી કરી શકે છે.પાટીદાર અનામત આંદોલન સમયે ધારાસભ્ય હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર બેઠા હતા ત્યારે વર્ષ 2018માં હાર્દિક પટેલ સહિત કુલ 9 લોકો સામે પોલીસ સાથે ગેરવર્તણૂક કરવા અંગે નિકોલમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ કેસની ટ્રાયલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહી છે.આ કેસમાંથી મુક્ત થવા માટે હાર્દિક પટેલે કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં દલીલો બાદ આજે અરજી પર ચુકાદા આપ્યો છે.

ગ્રામ્ય કોર્ટે તમામ દલીલોના અંતે હાલ કેસ મુક્તિની અરજી મામલે મૌખિક હુકમ કર્યો છે. અને હાર્દિક પટેલની કેસમુક્ત થવાની અરજીને કોર્ટે નામંજુર કરી છે.  મહત્વનું છે કે, હાર્દિક પટેલને  ગ્રામ્ય કોર્ટમાંથી ટ્રાયલમાંથી મુક્ત કરવાની કોઇપણ વાત સ્વીકારવામાં આવી નથી. પરંતુ  હાર્દિક પટેલ માટે હજુ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખુલ્લા છે.  જેથી તે આગામી દિવસોમાં સેશન્સ કોર્ટમાં અરજી કરી શકે છે.