ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 એપ્રિલ 2023 (14:33 IST)

હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી, પાટીદાર આંદોલન સમયે હિંસાના કેસમાં જામીન મળ્યા

સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020માં હાર્દિક પટેલને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું
 
સુપ્રીમ કોર્ટે શુક્રવારે ભાજપના નેતા હાર્દિક પટેલને ગુજરાતમાં 2015ના પાટીદાર આંદોલન દરમિયાન થયેલા રમખાણો, હિંસા અને આગચંપી કરવાના કેસમાં જામીન આપ્યા છે. આ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા અગાઉ અપાયેલી વચગાળાની રાહતને ન્યાયમૂર્તિ એએસ બોપન્ના અને હિમા કોહલીની ખંડપીઠે નિરપેક્ષ ઠેરવી હતી.
 
મહેસાણાની નીચલી કોર્ટે દોષિત ઠેરવ્યા હતા
સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020માં હાર્દિક પટેલને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું જે તે સમયે કોંગ્રેસ પાર્ટીના નેતા હતા. પટેલે 2015ના કેસમાં તેમને આગોતરા જામીન નકારતા હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હાર્દિક પટેલને શરૂઆતમાં મહેસાણાની નીચલી કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. 
 
સજાને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી 
તેમણે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કરીને તેમની સજાને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી જેથી તેઓ 2019ની લોકસભાની ચૂંટણી લડી શકે. જોકે આ અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ તેમણે આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જેને ગયા વર્ષે એપ્રિલમાં દોષિત ગણાવવા પર પ્રતિબંધ મૂકયો હતો.