બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 24 એપ્રિલ 2022 (17:01 IST)

ગૃહિણીઓને મળી મોટી રાહત - લીલા શાકભાજીના ભાવમાં ઘટાડો થયો

vegetable
રાજ્યમાં સતત મોંઘવારી વધી રહી છે ત્યારે ગૃહિણીઓના રસોડાની રોનક જામશે એટલે કે હવે લીલા શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે. લીલા શાકભાજીના ભાવમાં 15 રૂપિયાનો ઘટાડો  નોધાયો છે. જો કે હજુ ભાવ ઘટે તેવી દરેક ગૃહિણી આશા રાખી રહી છે.
 
એકાદ મહિના દરમ્યાન લીંબુ તથા અન્ય તમામ શાકભાજીના ભાવોએ રેકોર્ડ તોડયો હોય તેમાં ધરખમ ભાવ વધારો થયો હતો.
 
પહેલાં લીંબુનો ભાવ 300થી 400 રૂપિયા હતો કે જે ઘટીને...પ્રતિ કિલોએ શાકભાજીના ભાવ પર જો એક નજર કરીએ તો મરચાં કે જેનો ભાવ પહેલાં 100થી 120 હતો તે હવે 60થી 70  રૂ. થઇ ગયો છે તો ટામેટાં કે જેનો ભાવ પહેલાં 60 હતો તે હવે 40થી 50 થઇ ગયો છે. લીંબુ કે જેના ભાવ તો આસમાને પહોંચ્યા છે ત્યારે પહેલાં લીંબુનો ભાવ 300થી 400 રૂપિયા હતો કે જે હવે ઘટીને 200 રૂપિયા થઇ ગયો છે