મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 24 એપ્રિલ 2022 (13:14 IST)

દાહોદમાં પોલીસ પર પથ્થરથી હુમલા બાદ ધમકી

violence
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપરગોટા ગામે પોલીસ ઉપર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. પકડ વોરંટ સાથે આરોપીને પકડવા ગયેલી ધાનપુર પોલીસ પર મહિલા સહિત આઠથી દશ લોકોના ટોળાંએ પથ્થર મારો કર્યો હતો.
 
જો કે, આ ઘટનાને લઇને પોલીસે 5 લોકો સામે ગુનો પણ દાખલ કર્યો છે. તમને જણાવી દઇએ કે, લાકડી, પથ્થર અને ગોફણો લઈને દોડી આવેલા લોકોએ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરતા સમગ્ર પંથક સહિત સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ હુમલામાં કેટલાંક પોલીસ કર્મચારીઓને ઈજા પણ થઈ છે.