શુક્રવાર, 6 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 એપ્રિલ 2022 (14:31 IST)

યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જ્હોનસન ગાંધીનગરના વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામના દર્શન મુલાકાતે

યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જ્હોનસને ગુજરાતના એક દિવસીય પ્રવાસથી તેમની ભારત મુલાકાતનો પ્રારંભ કર્યો છે. બોરિસ જ્હોનસન તેમના આ પ્રવાસ અંતર્ગત વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામ ગાંધીનગરમાં દર્શન મુલાકાતે ગયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ યુ.કે.ના વડાપ્રધાનની સાથે આ મુલાકાતમાં જોડાયા હતા.
 
યુ.કે.ના વડાપ્રધાન અને મુખ્યમંત્રીનું અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા બી.એ.પી.એસ.ના બ્રહ્મવિહારી સ્વામી, ઇશ્વરચરણ સ્વામી અને વરિષ્ઠ સંતગણે ભાવભર્યુ અભિવાદન કર્યુ હતું યુ.કે.ના વડાપ્રધાનએ અક્ષરધામ સંકુલના વિવિધ પરિસરની પણ મુલાકાત લીધી હતી અને પ્રવૃત્તિઓની વિગતો જાણવામાં રસ દાખવ્યો હતો.