શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 નવેમ્બર 2022 (10:01 IST)

ગુજરાતમાં ચૂંટણી પહેલાં મોટો દાવઃ પાકિસ્તાન સહિત 3 દેશોથી આવેલા અલ્પસંખ્યકોને મળશે નાગરિકતા

got Indian citizenship
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા નાગરિકતા મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા ગુજરાતના બે જિલ્લામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા અલ્પસંખ્યકોને નાગરિકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે કેન્દ્ર સરકારે નાગરિકાતા કાયદો 1955 અંતર્ગત નાગરિકતા આપવાનો નિર્ણય લીધો છે.

CAAમાં પણ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા હિન્દુ, શિખ, બુદ્ધ, જૈન, પારસી અને ઈસાઈને નાગરિકતા આપવાની જોગવાઈ છે. પરંતુ આ અધિનિયમ હેઠળ હજુ સુધી સરકારે નિયમો નથી બનાવ્યા, આથી અત્યાર સુધી કોઈને પણ નાગરિકતા આપી શકાઈ નથી.કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, જે હિન્દુ, શીખ, બુદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં રહી રહ્યા છે, તેમને નાગરિકતા અધિનિયમ 1955ની કલમ 6 અને નાગરિકતા અધિનિયમ 2009ના પ્રાવધાનો અંતર્ગત ભારતના નાગરિક તરીકે રજીસ્ટ્રેશનની અનુમતી આપવામાં આવશે અથવા નાગરિકતા આપવામાં આવશે. આ બંને જિલ્લામાં રહેનારા આવા લોકો પોતાની અરજી ઓનલાઈન જમા કરાવી શકશે. આ બાદ જિલ્લા સ્તર પર કલેક્ટર તેમનું વેરિફિકેશન કરશે. નોટિફિકેશન મુજબ, અરજી સાથે કલેક્ટર પોતાની રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપશે.