સોમવાર, 14 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 16 ઑગસ્ટ 2022 (17:43 IST)

Bilkis Bano Gangrape - પ્રેગ્નેસીમાં 11 લોકોએ કર્યો રેપ અને 3 વર્ષની પુત્રીની હત્યા, જાણો શુ હતી સંપૂર્ણ ઘટના

19 વર્ષની એક યુવતી ગેગરેપ થયો. તેના ખોળામાં ત્રણ વર્ષની બાળકી હતી અને તે પ્રેગનેંટ હતી. તેની બાળકીને તેની આંખો સામે પછાડીને મારી નાખી અને 11 લોકોએ એક એક કરીને તેના પર રેપ કર્યો. બેહોશ થઈ તો મરેલી સમજીને છોડી દીધી. ઉઠી તો ચારેબાજુ તેના પરિવારના લોકોની લાશો હતી. ઘટનાના 20 વર્ષ પછી બધા દોષી જેલમાંથી મુક્ત થઈ ગયા છે. મુક્તિનો આધાર અપરાધની પ્રકૃતિ, દોષીઓની વય અને જેલમાં વ્યવ્હારને બનાવવામાં આવ્યો છે. 

અહી વાત ગુજરાતના ચર્ચિત બિલકિસ બાનો ગેંગરેપ કેસ  (Bilkis Bano gangrape case) ની થઈ રહી છે. ગેંગરેપનો આ મામલો શુ હતો ? કેમ દરેક થોડા વર્ષમા આ સમાચાર ચર્ચામાં આવે છે ? 
 
શું છે  Bilkis Bano Gangrape આખો મામલો ?
 
વર્ષ 2002ની વાત છે. ફેબ્રુઆરી મહિનો. તે 27મી હતી. ગોધરા સ્ટેશન પર પાર્ક કરેલી સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગી હતી. ટ્રેનમાં સવાર 59 કાર સેવકો બળીને મૃત્યુ પામ્યા. આ આગ આટલે જ અટકી નહોતી.  આખું ગુજરાત સળગવા લાગ્યું. 3 માર્ચ, 2002 ના રોજ, ગોધરાની ઘટનાના બરાબર 4 દિવસ પછી, એક પરિવાર સલામત સ્થળની શોધમાં એક  ટ્રકમાં સવાર થઈને દાહોદ જિલ્લામાંથી નીકળ્યો.  ટ્રક રાધિકાપુર પહોંચતાની સાથે જ  તેને ઘેરી લેવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં જ તેમાં સવાર 14 લોકોને મારી નાખવામાં આવ્યો.  આ ટ્રકમાં 19 વર્ષની બિલ્કીસ બાનો સવાર હતી. તેને પાંચ મહિનાનો ગર્ભ હતો અને હાથમાં ત્રણ વર્ષની પુત્રી. ગોધરાના બદલો અને ધર્મની રક્ષાના નામે એકઠા થયેલા ટોળાએ તેની ત્રણ વર્ષની પુત્રીને માતાની સામે જ પટકીને મારી  નાખી. ત્યારબાદ બિલકિસ બાનોનો ગેંગરેપ કરવામાં આવ્યો. એક પછી એક 11 લોકોએ ગેંગરેપ કર્યો. તે બેહોશ થઈ ગઈ. તેને મરેલી સમજીને અસામાજીક તત્વોએ તેને છોડી દીધી અને ફરાર થઈ ગયા. જ્યારે બિલકિસને હોશ આવ્યો ત્યારે તે લાશો વચ્ચે પડી હતી. તેણે બતાવ્યુ હતુ
 
હુ એકદમ ઉઘાડી હતી. મારી ચારે બાજુ મારા પરિવારના લોકોની લાશો હતી. પહેલા તો મે ગભરાઈ ગઈ. મે ચારેબાજુ જોયુ. મે કોઈ કપડુ શોધી રહી હતી. જેથી પહેરી શકુ. છેવટે મને મારો પેટીકોટ મળી ગયો. મે તેનાથી જ મારુ શરીર ઢાંક્યુ અને પાસેના પહાડીમાં જઈને સંતાઈ ગઈ. 
 
બે વર્ષમાં 20 મકાનો બદલવા પડ્યા
બિલ્કીસને અક્ષરનુ કોઈ જ્ઞાન ન હતું. પરંતુ તે  હિંમતવાન હતી. ઘટના બાદ તે પોતાની ફરિયાદ લઈને સ્થાનિક પોલીસ સ્ટેશન ગઈ હતી. પ્રથમ કેસ નોંધવામાં આનાકાની થઈ.  જ્યારે કેસ નોંધવામાં આવ્યો ત્યારે પણ પોલીસે મેજિસ્ટ્રેટને કહ્યું કે બિલ્કીસના નિવેદનો અસંગત છે. મેજિસ્ટ્રેટે કેસ બંધ કરી દીધો. એક વર્ષ પછી, 25 માર્ચ, 2003ના રોજ, બિલ્કિસે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ(National Human Rights Commission) માં અપીલ દાખલ કરી. સુપ્રીમ કોર્ટમાં અરજી નાખી. ડિસેમ્બર 2003માં સુપ્રીમ કોર્ટે આ મામલે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો.

ફરિયાદ નોંધાવ્યા બાદથી તેણે 2 વર્ષમાં 20 મકાનો બદલવા પડ્યા હતા. બળાત્કાર પીડિતા હવે ગુનેગારની જેમ જીવવા મજબૂર હતી. તેને સતત ધમકીઓ મળતી હતી. 2004માં બિલ્કીસ ફરી એકવાર સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચી. તેમણે કહ્યું કે ગુજરાતની અદાલતોમાં તેમને ન્યાય મળવાની કોઈ આશા નથી. ગુજરાત પોલીસના અધિકારીઓ સહકાર આપતા નથી. સર્વોચ્ચ અદાલતે બિલ્કીસની માંગને માન્ય રાખી અને ઓગસ્ટ 2004માં આ મામલો મુંબઈની કોર્ટમાં ટ્રાન્સફર કર્યો. ચાર વર્ષ બાદ એટલે કે 2008માં નીચલી અદાલતે ચુકાદો આપ્યો. 8 આરોપીઓમાંથી 11ને હત્યા અને બળાત્કારના ગુનામાં દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. છ આરોપી પોલીસમાંથી, એક પુરાવા સાથે ચેડા કરવા બદલ દોષી સાબિત થયો હતો. આઝાદી પછી આ પ્રથમ વખત હતો જ્યારે રમખાણો સંબંધિત બળાત્કારના કેસમાં દોષિતોને સજા સંભળાવવામાં આવી હતી.
 
સુપ્રીમ કોર્ટે વળતર ચૂકવવા કહ્યું!
ઘટનાના 17 વર્ષ બાદ 23 એપ્રિલ, 2019ના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલ્કીસ બાનોને વળતર તરીકે 50 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ સાથે કોર્ટે ગુજરાત સરકારને પણ આદેશ આપ્યો છે કે બિલ્કીસ બાનોને નિયમો અનુસાર સરકારી નોકરી અને મકાન આપવામાં આવે. બિલ્કીસે ચુકાદાના દિવસે કોર્ટને જણાવ્યું હતું કે,
 
"મારી લડાઈ ક્યારેય બદલો લેવા માટે નહોતી, પરંતુ ન્યાય માટે હતી"
 
દોષિતોની મુક્તિ પર સોશિયલ મીડિયા પર સવાલ - શું આ ન્યાય છે?
સલીમ ત્યાગીએ લખ્યું,