શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 28 ઑગસ્ટ 2020 (18:14 IST)

ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ પક્ષના 10 વર્ષમાં હારી ગયેલા ઉમેદવારોને ‘કમલમ’માં મળશે

ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમના પ્રથમ પ્રવાસ કાર્યક્રમ દરમિયાન સૌરાષ્ટ્રમાંથી કરેલા વિજય હુંકારના પગલે સંગઠનને મજબૂત કરવા તેમજ વિધાનસભા સહિતની તમામ બેઠકો જીતવા માટે ની દિશામાં પ્રયત્નો શરુ કરી દીધા છે.જેના પગલે આગામી બુધવારે ભાજપના હારેલા પૂર્વ ધારાસભ્યો સાથે મહત્વની બેઠક કરશે. સી.આર.પાટીલ અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મળનારી બેઠકમાં ભાજપના 30થી વધુ પૂર્વ ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહેશે અને આવી રહેલી ચૂંટણીમાં બેઠકો જીતવા માટેની રણનીતિ નક્કી કરવામાં આવશે. ગુજરાત ભારતીય પ્રદેશપ્રમુખ આર પાટીલ વિધાનસભા સહિતની આવી રહેલી સામાન્ય ચૂંટણીઓ માં વધુ ને વધુ બેઠકો જીતવા માટે અત્યારથી જ પ્રયત્નો શરૂ કરી દીધા છે પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળ્યા બાદ તેમણે સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો હતો અને ત્યાર બાદ હવે તેઓ અંબાજી થી શરૂ કરીને ઉત્તર ગુજરાતનો પ્રવાસ કરશે આ દરમિયાન આગામી બુધવારે પ્રદેશ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્યો સાથે મહત્વની બેઠક કરવાના છે. આ અંગે સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ આવી રહેલી ચૂંટણીમાં ભાજપ વધુમાં વધુ બેઠકો કબજે કરે તે અંગેની ચર્ચા વિમર્શ કરવામાં આવશે સાથે સાથે પૂર્વ ધારાસભ્યો સીઆર પાટીલને ભાજપમાં રહેલી જૂથબંધી અંગે માહિતગાર કરશે તો એવા નેતાઓ અને કાર્યકરો ની આગામી ચૂંટણીઓમાં સી આર પાટીલ તેમની જવાબદારી ઘટાડીને ટિકિટમાં બાદબાકી કરવા સુધીના પગલાં લે તે અંગે પણ ચર્ચા વિમર્શ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્યો સાથે પણ સી.આર.પાટીલ ચૂંટણીલક્ષી મુદ્દાઓ ઉપર વિશે સમીક્ષા ચર્ચા કરશે જોકે જીતના દવા સાથે ભાજપે નવી રણનીતિ અપનાવી છે. ત્યારે આગામી બુધવારે ભાજપના હારેલા ધારાસભ્યોની મહત્વની બેઠક યોજાશે. જેમાં વર્ષ 2007, 2012 , અને 2017 વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ધારાસભ્યો સાથે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની મળશે. ભાજપ પ્રદેશ કમલમ ખાતે યોજાનારી આ બેઠકમાં ભૂષણ ભટ્ટ, દિલીપ સંઘાણી, જગરૂપસિંહ રાજપૂત, શંકર ચૌધરી, આત્મારામ પરમાર, રમણલાલ વોરા સહિત 30 પૂર્વ ધારાસભ્યોની બેઠક મળશે. અત્યાર સુધીમાં હારેલા નેતાઓ સાથે પ્રદેશ પ્રમુખ ની આ પ્રથમ બેઠક મળી રહી છે. ત્યારે આગામી વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી તથા આગામી પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બેઠક યોજાઈ રહી હોવાના અહેવાલ છે.