રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 ઑગસ્ટ 2020 (18:53 IST)

ગુજરાતમાં 8 વિધાનસભાની પેટાચૂંટણી ક્યારે યોજાશે?

ગુજરાતમાં ખાલી પડેલી 8 વિધાનસભાની પેટાચૂંટણી મુલતવી રાખવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીના સંદર્ભમાં આજે ચૂંટણીપંચે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં જણાવાયું છે કે, ગુજરાતમાં પેટાચૂંટણી યોજવી કે નહીં તેને લઈને ચૂંટણીપંચે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. તેમજ યોજવી તો ક્યારે યોજવી તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપતાં આઠ બેઠકો ખાલી પડી છે. નિયમ પ્રમાણે બેઠક ખાલી પડ્યા પછી છ મહિનામાં ચૂંટણી યોજવાની હોય છે. જોકે, હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે ચૂંટણી મુલતવી રાખવા માટે અરજદાર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીના સંદર્ભમાં ચૂંટણીપંચે સોગંદનામું કર્યું છે અને હજુ સુધી ચૂંટણી યોજવાને લઈને કોઈ નિર્ણય ન લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. હવે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થાય ત્યારે ચૂંટણીપંચના વકીલ શું રજૂઆત કરે છે, તે મહત્વનું બની રહેશે. તેમજ ચૂંટણીપંચના સોગંદનામા પ્રમાણે ચૂંટણી યોજાશે કે નહીં, તે હજુ અનિચ્છિત છે. ત્યારે હાઈકોર્ટમાં થનારી સુનાવણીમાં ચૂંટણી મુલતવી રાખવાની રજૂઆત અંગેતેમના વકીલ શું જવાબ આપે છે, તે મહત્વનું છે.