1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 સપ્ટેમ્બર 2020 (13:51 IST)

ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની ફોર્મ્યુલા કોને તારશે અને કોની વિકેટ ડાઉન કરશે?

ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પક્ષના કાર્યકરો અને આગેવાનોની ફરિયાદ અને રજૂઆતો બંધ કવરમાં મંગાવી રહ્યા છે. આ બંધ કવર આગામી દિવસોમાં કેટલાક ચોક્કસ નેતાઓ અને આગેવાનો માટે જોખમી સાબિત થઈ શકે છે. ગુજરાતનો કોઈ પણ કાર્યકર પોતાની રજૂઆત, ફરિયાદ ભાજપ કાર્યાલય કમલમમાં પણ બંધ કવરમાં આપી શકે છે.  ભાજપના આ નવા પ્રદેશ પ્રમુખની બંધ કવરની ફોર્મ્યુલાથી છેલ્લા કેટલાક વર્ષોથી જૂથવાદ અને પોતાના લોકોને સત્તા અને હોદ્દો આપનારા નેતાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આવા નેતાઓ પોતાનાથી નારાજ થયેલા કાર્યકરોને સમજાવવા અને પ્રદેશ પ્રમુખ સુધી ફરિયાદો ન કરવા માટેની રમતો રમી રહ્યા છે.  સૌ પ્રથમ મુખ્યમંત્રીના મત વિસ્તાર રાજકોટમાં જ અનેક નેતાઓની ‘કુંડળી’ બંધ કવરોમાં ભાજપના પ્રદેશ પ્રમુખના હાથમાં આવી હોવાનું મનાય રહ્યું છે. સાથે સાથે નવા સંગઠનની રચના તેમજ મહાનગરપાલિકા, નગરપાલિકા તથા જિલ્લા-તાલુકા પંચાયતોની ટિકિટો આપતી વખતે આ ‘કુંડળી’નો ઉપયોગ કરી શકશે. ગુજરાત ભાજપમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદની જડ પકડવા માટે ભાજપના પ્રદેશ પ્રમુખે ‘બંધ કવર’નો આઈડિયા અજમાવ્યો છે. ગુજરાત ભાજપમાં તાલુકા અને જિલ્લા સ્તરે ચાલતા જૂથવાદથી સી.આર.પાટીલ વાકેફ છે . પક્ષમાં વ્યકિતગત તથા પક્ષના વફાદારોને અલગ તારવી પક્ષને વફાદાર હોય તેવા કાર્યકરોને આગળ વધારવાનો તેમનો એજન્ડા છે.