ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , મંગળવાર, 4 જૂન 2024 (09:59 IST)

ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપ આગળ

દેશમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણીના પરિણામોના વલણો શરૂ થઈ ગયાં છે. તેની સાથે વિધાનસભાની પેટા ચૂંટણીઓની મતગણતરી પણ યોજાઈ રહી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો સહિત વિધાનસભાની પાંચ બેઠકોની મતગણતરી પણ શરૂ થઈ ગઈ છે. પોરબંદર, વિજાપુર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા બેઠક પર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા ચાર ઉમેદવારો તથા વાઘોડિયા બેઠક પરથી અપક્ષ લડેલા ઉમેદવારે રાજીનામું આપતાં બેઠક ખાલી પડી હતી. આ બેઠકો પર યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં શરૂઆતના વલણોમાં ભાજપ આગળ હોવાનું દેખાઈ રહ્યું છે. 
 
વિજાપુર બેઠક પરથી સી.જે. ચાવડા 566 મતથી આગળ ચાલી રહ્યાં છે.
પોરબંદરથી અર્જુન મોઢવાડિયા 10675 મતથી આગળ ચાલી રહ્યાં છે
ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલ 1328 મતથી આગળ ચાલી રહ્યાં છે
માણાવદરથી કોંગ્રેસના હરિભાઈ  1020 મતોથી આગળ ચાલી રહ્યાં છે
વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા 7460 મતોથી આગળ ચાલી રહ્યાં છે