સોમવાર, 11 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2020 (13:25 IST)

અનેક સમસ્યાઓથી પ્રજા હેરાન થાય છે પણ કોંગ્રેસ-ભાજપ સરકાર વચ્ચે ઇલુ- ઇલુ

કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારી,આિર્થક મંદી, બેરોજગારી,મોંઘુ શિક્ષણ સહિતના અનેકવિધ પ્રશ્નોથી લોકો પિડાઇ રહ્યાં છે . સરકારને પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં રસ નથી જયારે વિપક્ષને પ્રજાના પ્રશ્નોને લઇને સરકારની આંખ ઉઘાડવા માટે લડત માટે સમય નથી. આ જોતાં કોંગ્રેસ અને રૂપાણી સરકાર વચ્ચે ગાંધીવૈદનુ સહિયારૂ ચાલતુ હોય તેવુ ચિત્ર ખડુ થયુ છે. આગામી 21મીથી ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ગૃહમાં વિપક્ષ જાણે દેખાવરૂપે દેકારાં પકડારા કરીને ંસતોષ માણી લેશે.  ગુજરાતમાં કોરોના અંકુશમાં આવી શક્યો નથી. સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અતિવૃષ્ટિને કારણે ખેડૂતો આિર્થક રીતે તબાહ થયા છે.પાકવિમો કે ખેતીની નુકશાનીના વળતરને લઇને હજુ સરકાર માત્ર વચન વાયદા જ કરી રહી છે.સરકારી ભરતીને લઇને બેરોજગારો આંદોલન કરવા મજબૂર બન્યાં છે. લીલા શાકભાજીથી લઇને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓને લઇને મોંઘવારી એવી છેકે, આમ જનતાને જીવન જીવવુ દોહ્યલુ બન્યુ છે.ગ્રાહકો સરેઆમ લૂંટાઇ રહ્યા છેને કાળા બજારિયા-સંગ્રહખોરોને બખ્ખાં થયા છે. મોંઘા શિક્ષણને લઇને વાલીઓ હેરાન પરેશાન છે પણ શાળા સંચાલકો સરકારનુ ય સાંભળવા તૈયાર નથી. આવી અનેક સળગતી સમસ્યા સામે લોકો ઝઝૂમી રહ્યાં છે પણ વિપક્ષ પ્રજાના પ્રશ્નો મુદ્દે મૌન છે.  આ વખતે વિધાનસભા સત્રમાં પ્રશ્નોતરી કાળ જ રદ કરી દેવાયુ છે. સત્રમાં પ્રજાના પ્રશ્નોને લઇને ચર્ચા ન થાય તેવુ સરકાર ઇચ્છી રહી છે ત્યારે કોંગ્રેસ પણ આ વાત સાથે સંમત હોય તેમ લાગી રહ્યુ છે. વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસ ્પ્રમુખ અમિત ચાવડાનુ સરકાર સામે આક્રમક નહી,સમર્થક હોય તેવુ વલણ રહ્યુ છે જેના કારણે જાણે વિપક્ષ જ ન હોય તેવુ ચિત્ર ખડુ થયુ છે. વિધાનસભા સત્રમાં ય કોંગ્રેસ માત્ર રૂપાણી સરકાર સામે આક્ષેપોનો મારો કરીને સંતોષ માણી લેશે. અસરકારક વિપક્ષની ભૂમિકા ભજવવામાં કોંગ્રેસ સદંતર નિષ્ફળ નિવડયુ છે.  કોંગ્રેસને પણ પ્રજાના પ્રશ્નો મુદ્દે સરકાર સામે લડવાને બદલે અંગત  કામો કરાવવામાં વધુ રસ હોય તેમ લાગી રહ્યુ છે.