સોમવાર, 11 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2020 (13:08 IST)

ઓનલાઈન લેક્ચરમાં એલ.જે. કોલેજના મહિલા પ્રોફેસર સાથે શું બન્યું

એસ. જી. હાઇવે પર આવેલી એલ.જે. કોલેજ ઓફ એન્જિનિયરિંગના પ્રથમ સત્રના ક્લાસ ઓનલાઈન શરૂ થયા છે. ગુરુવારે ચાલુ લેક્ચરમાં મહિલા પ્રોફેસર સાથે એક વિદ્યાર્થીએ નામ અને આઈડી બદલીને અપશબ્દો બોલી અઘટિત વર્તન કર્યું હતું. આ વિદ્યાર્થી કેટલાક સમયથી આવી હરકત કરતો હોવાથી ગુરુવારે સમગ્ર લેકચરનું રેકોર્ડિંગ કરાયું હતું. કોલેજના સત્તાધીશોએ આ સમગ્ર ઘટનાનું રેકોર્ડિંગ સાથે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી છે. ડિપ્લોમાના એક લેકચરમાં વિદ્યાર્થીએ ઓનલાઇન મહિલા પ્રોફેસર સાથે ગેરવર્તણૂક કરી હતી. મહિલા પ્રોફેસરને છેલ્લા કેટલાક સમયથી આ વિદ્યાર્થી નામ અને ઇ-મેલ આઇડી બદલીને ઓનલાઇન ચાલતા કલાસમાં પ્રવેશ કરીને ગેરવર્તૂણક કરતો હતો. મહિલા પ્રોફેસરે આ અંગે મેનેજમેન્ટને રજૂઆત કરતા સાઇબર ક્રાઇમમાં આ અંગે અરજી કરાઈ હતી. ગેરવર્તૂણક કરતાં વિદ્યાર્થીને પકડવા માટે ક્લાસનું રેકોર્ડિંગ કરાતું હતું. ગુરુવારે આ વિદ્યાર્થી ફરીથી કલાસમાં નામ અને ઇ-મેલ આઇડી બદલીને પ્રવેશ કર્યો હતો અને ચાલુ ક્લાસે મહિલા પ્રોફેસરને અપશબ્દો બોલ્યો હતો. આ ઘટનાનું રેકોર્ડિંગ થતા સાઇબર ક્રાઇમમાં આ અંગે ફરિયાદ દાખલ કરીને આઇપી એડ્રેસ પરથી તે વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી છે. એલ.જે. કોલેજના ટ્રસ્ટી મનીષ શાહે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી કોઇ ફેક નામ અને ઇ-મેલ આઇડીથી મહિલા પ્રોફેસરના કલાસમાં પ્રવેશ કરીને ચાલુ કલાસમાં મહિલાને પરેશાન કરતો હતો. જે અંગે અમે રેકોર્ડિંગ કરીને સાઇબર ક્રાઇમમાં આ અંગે ફરિયાદ દાખલ કરી છે.