રાજકોટમાં કોરોનાનું સંક્રમણ પછી જ્યંતિ રવિએ એક નિવેદન આપ્યું

Last Modified ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2020 (18:46 IST)
ગુજરાતમાં કોરોનાનો આંકડો 1,17,709ની પાર પહોંચી ગયો છે.
117709 માંથી 98256 સ્વસ્થ થઈ ગયા છે. દુર્ભાગ્યે, ગુજરાતમાં કોરોનાવાયરસને કારણે 3257 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 16,196 દર્દીઓ હજી પણ હોસ્પિટલમાં છે અને સ્વસ્થ થઈ રહ્યા છે.

રાજકોટથી વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે અહિં એક દિવસમાં કોવિડ હોસ્પિટલમાં વધુ 36 દર્દીના મોત થતા હાહાકાર મચી ગયો છે. ત્યારે અમદાવાદ અને સુરત બાદ રાજકોટની સ્થિતિ ખુબ જ ભયાનક દેખાઇ રહી છે. ખૂબ જ વધી ગયું છે.

આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ રાજકોટમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ એક નિવેદન આપ્યું હતું. આ નિવેદન રાજકોટવાસીઓની ઉંઘ હરામ કરી શકે છે. જયંતિ રવિએ જણાવ્યું કે, રાજકોટ ગ્રામ્યમાં હજુ પણ કેસ વધવાની સંભાવના ખુબ જ વધારે છે. જયંતિ રવિએ ઉમેર્યું કે, હાલ રાજકોટમાં 900 બેડ ઉપલબ્ધ છે. રાજકોટમાં 3 રાઉન્ડ સરવે પૂર્ણ કરાયો છે. જેમાં આ ચોંકાવનારું તારણ સામે આવ્યું છે.
રાજકોટ કોવિડ હોસ્પિટલમાં આજે પણ વધુ 33 લોકોના મોત થયા છે. રાજકોટ શહેરના 29, ગ્રામ્યના 2 દર્દી અને અન્ય જિલ્લાના 2 દર્દીના મોત થઈને 33 લોકો કોરોના સામે પોતાની જિંદગી હારી ગયા છે. રાજકોટમાં બપોર સુધી નવા 43 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી 3320 દર્દીઓ સ્વસ્થ્ય થઈને પોતાના ઘરે પહોંચી પણ ગયા છે.


આ પણ વાંચો :