સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2020 (11:44 IST)

માઈક્રો કન્ટાઇનમેન્ટની નવી યાદી જાહેર, અમદાવાદના 11 વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોનમાં

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસ  (corona virus)ના કેસ નોંધાઇ રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે વધુ વિકરાળ સ્વરૃપ ધારણ  કરી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના અત્યારસુધીના સર્વોચ્ચ 1379 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો હવે 1,19,088 થઇ ગયો છે. 
 
તો હવે અમદાવાદ મહાનગર પાલિકાએ માઇક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારને પણ અપડેટ કર્યાં છે. આજે નવા 11 કન્ટેઈનમેન્ટ વિસ્તારનો ઉમેરો કરવામાં આવ્યો છે. જ્યારે 29 વિસ્તારમાંથી માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન દૂર કરવામાં આવ્યો છે. શહેરના દક્ષિણ ઝોનમાં 2, ઉત્તરમાં 1, ઉત્તર-પશ્ચિમમાં 6, પશ્ચિમમાં 1 અને પૂર્વમાં 1 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ મુકવામાં આવ્યો છે. 
 
આ સાથે શહેરમાં કુલ માઇક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારની સંખ્યા 337 થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોસાયટી-ચાલી-પોળમાં કોરોના કેસ નોંધાય ત્યારે પુન: માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં ઘટાડો થયો છે.
 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1379 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 14 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 3273 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1652 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.