સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 એપ્રિલ 2018 (14:29 IST)

લોકસભાની ચૂંટણી જીતવા ગુજરાતની રૂપાણી સરકારનો આ રહયો માસ્ટરપ્લાન

ગુજરાતમાં જ્ઞાતિ સમીકરણોમાં ભાજપે પછડાટ ખાધા બાદ હવે એક મહત્તવના નિર્ણય તરફ સરકાર અાગળ વધી રહી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે સરકાર તમામ સમાજોને અેક સાથે રાખવાનો પ્રયત્ન કરી રહી છે. ગામડામાં ભાજપની પકકડ ઘટતી જાય છે. શહેરી મતદારોના ભરોસે બેસવાને બદલે ભાજપે ગ્રામીણોને પણ રીઝવવાનો પ્રયત્ન કર્યો છે.

લોકસભાની ચૂંટણીમાં ગામડાના મતદારોની નારાજગી ભાજપને ભારે પડી શકે છે. ભાજપે હવે તમામ આદોલનોને એક સાથે દાબી દેવા માટે માસ્ટરપ્લાન ઘડ્યો છે. જે આગામી સમયમાં અમલમાં આવી શકે છે. આ મામલે આજે સાંજે કદાચ અધિકારીક જાહેરાત પણ ભાજપ દ્વારા થઈ શકે છે. લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લે તેવી સંભાવના છે. બિન અનામત જ્ઞાતિઓને રીઝવવા માટે સરકારનો મોટો નિર્ણય હોઈ શકે છે. અનામત કેટેગરીમાં જે યોજનાનો લાભ મળે છે એ લાભ બિન અનામત જ્ઞાતિઓ ને પણ મળી શકે છે. બિન અનામત જ્ઞાતિઓને 35 જેટલી યોજનાઓમાં લાભ આપવાની વિચારણા કરાઈ રહી છે. બિન અનામત આયોગ સરકારને  ભલામણ કરે તેવી સંભાવના છે.

 વિદેશ ભણવા માટેની શૈક્ષણિક લોન, ઉચ્ચ અભ્યાસ માટેની લોન તેમજ સરકારી નોકરીઓમાં લાભ અપાશે. 2 થી 4 ટકામાં શૈક્ષણિક લોન આપવાની વિચારણા ચાલી રહી છે. વય મર્યાદા માં છૂટછાટ અને મહિલા કેટેગરીમાં પણ બિન અનામત જ્ઞાતિઓને પણ લાભ મળી શકે છે. સરકારની યોજના અને સબસીડીમાં પણ બિન અનામત જ્ઞાતિઓને પણ  લાભ મળી શકે તેવી સંભાવના છે. બિન અનામત આયોગ થોડા દિવસોમાં સરકારને ભલામણ કરે તેવી સંભાવના છે. 3 માસમાં બિન અનામત આયોગ સરકાર ને ભલામણ કરશે તે બાદ આગામી કાર્યવાહી શરૂ થવાની શક્યતા છે. સરકાર પણ આ ભલામણોનો ત્વરિત અમલ કરવાના મૂડમાં છે. બિન અનામત આયોગ ભલામણ કરે અને સરકાર ની મંજૂરી મળે એટલે બિન અનામત નિગમ તેનો અમલ કરશે.  બિન અનામત જ્ઞાતિઓ શું ઈચ્છે છે એ માટે બિન અનામત આયોગ એક મહિનામાં સરવે કરે તેવી શકયતાઓ છે. જિલ્લા દીઠ 500 થી 600 સેમ્પલ લેવામાં આવશે. ત્યાર બાદ બિન અનામત જ્ઞાતિઓ ની ખરેખર શું જરૂરિયાત છે તે નક્કી કરાશે. જો અા નિર્ણયને મંજૂરી મળે તો અત્યારસુધી ચાલતા તમામ આંદોલનો પર પડદો પડી શકે છે. લોકસભાની ચૂંટણીમાં રૂપાણી સરકારનો આ માસ્ટરપ્લાન સાબિત થઈ શકે છે. હવે લોકસભાની ચૂંટણીની ઘડીઅો ઘડાઈ રહી છે ત્યારે આ નિર્ણય ભાજપને ફાયદો કરાવી શકે છે.