રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , ગુરુવાર, 24 ઑગસ્ટ 2023 (19:00 IST)

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને કૂવાના દેડકા સમાન ગણાવ્યા

BJP MP Mansukh Vasava, AAP MLA Chaitar Vasava
BJP MP Mansukh Vasava, AAP MLA Chaitar Vasava
 ગુજરાતમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે પણ શાબ્દિક યુદ્ધ છેડાયું છે. ભરૂચ લોકસભા બેઠકને લઈ AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે. ગઠબંધનમાં કોંગ્રેસ મુમતાઝ પટેલને ટિકિટ આપે તો અમે ટેકો આપીને જીતાડવા પ્રયત્ન કરીશું. કોંગ્રેસનાં લઘુમતિ ઉમેદવાર સામે ભાજપ હિંદુકાર્ડ ખેલી જીત મેળવે છે. જો ગઠબંધન ન થાય તો તમામ બેઠકો પર આપ ઉમેદવાર ઉતારશે. બીજી તરફ ભરૂચ બેઠકના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને કૂવાના દેડકા સમાન ગણાવી કહ્યું કે લોકો ભાજપને એમ જ મત નથી આપતા અમે પ્રજાના કામો કર્યા છે. 
 
ગઠબંધનમાં હજુ સીટોની વહેંચણી નથી થઈ
ચૈતર વસાવાએ મીડિયાને કહ્યું હતું કે,26 વિપક્ષી દળોના ગઠબંધનમાં હજુ સીટોની વહેંચણી થઈ નથી. સીટોની વહેંચણી થશે તે બાદ જ યોગ્ય જવાબ મળશે. હાલમાં આપનાં મજબૂત દાવેદાર તરીકે હું આ લોકસભા લડવાનો છુ અને મેં આ લોકસભામાં દાવેદારી પણ કરી છે. તેમજ એલાયન્સ નક્કી કરે કે આ બેઠક કોંગ્રેસનાં ફાળે જાય છે તો અમે ચોક્કસ કોંગ્રેસનાં ઉમેદવારને જીતાડવા પ્રયત્ન કરશું. આજ દિન સુધી કોંગ્રેસે એસસી, એસટી સમાજનાં કોઈ વ્યક્તિને આ બેઠક પરથી ટીકિટ આપી નથી. 
 
પાર્ટી એમ જ છ ટર્મથી ટિકિટ નથી આપી દેતી
મનસુખ વસાવાએ કહ્યું હતું કે, ભાજપમાં છ ટર્મથી ટિકિટ મળી તે જ મહત્વનું છે. અમને ખબર હોવી જોઈએ કે પાર્ટી એમ જ છ ટર્મથી ટિકિટ નથી આપી દેતી અને મતદારો એમ જ વોટીંગ નથી કરતા. અમે સતત પ્રજાની વચ્ચે જઈ પ્રજાનાં પ્રશ્નો સાંભળીએ છીએ. તેમજ સરકારની યોજનાઓ સતત લોકો સુધી પહોંચાડવાનો અમારો પ્રયત્ન હોય છે.કોંગ્રેસના સ્વ. અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ બાબતે મનસુખ વસાવાએ નિવેદન આપ્યું હતું કે તેઓ કોંગ્રેસમાં ટિકીટ માટે દાવો કરી શકે છે. પરંતું હાલ ભરૂચ લોકસભામાં કોંગ્રેસ પૂર્ણ થઈ ગઈ છે.