શુક્રવાર, 3 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (13:43 IST)

ગાંધીનગરમાં ભાજપની જીત સાથે ઉજવણી- ફરી લહેરાયો ભાજપનો ભગવો..!

ગાંધીનગરમાં ભાજપની જીત સાથે ઉજવણી
ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીનું આજે પરિણામ આવ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપે એડીચોંટીનું જોર લગાવી દીધું હતું. પરંતુ આજે જેમ-જેમ પરિણામ આવતા ગયા તેમ તેમ કોંગ્રેસનો રકાસ જોવા મળ્યો તો આપનું સુરસુરિયું થયું છે. ભાજપે ઇતિહાસ રચ્યો છે. 10 વર્ષમાં પહેલીવાર ભાજપ બહુમતી મેળવી રહ્યું છે. મોટાભાગના વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલ જીતી રહી છે.
 
ફરી લહેરાયો ભાજપનો ભગવો..!
 
ગાંધીનગર મનપામાં ભાજપ ભવ્ય જીત તરફ.., 27 બેઠકો પર જીત સાથે સ્પષ્ટ બહુમતી, વોર્ડ 1,4,5,7, 9 અને 10માં ભાજપનો ભવ્ય વિજય... કોંગ્રેસને માત્ર 2 બેઠક..! 
 
બનાસકાંઠા...
 થરા નગરપાલિકાની મત ગણતરી પૂર્ણ..
 
24 માંથી 20 બેઠકો પર ભાજપનો કબજો..
 
જ્યારે 04 બેઠકો પર કોંગ્રેસની જીત..
 
આમ આદમી પાર્ટી ખાતું પણ ન ખોલાવી શકી..
 
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાવ્યો.