મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , મંગળવાર, 8 ઑગસ્ટ 2023 (17:55 IST)

મહાનગરપાલિકા અને નગર પાલિકાઓની ચૂંટણીમાં 21 બેઠકો પર BJP અને 8 બેઠકો પર કોંગ્રેસનો વિજય

ગત રવિવારે મહાનગરપાલિકા અને નગરપાલિકા પેટાચૂંટણી યોજાઇ હતી જેનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. 30 બેઠકોમાંથી 21 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે 8 બેઠક પર કોંગ્રેસને જીત મળી છે અને એક માત્ર બેઠક અપક્ષના ફાળે ગઇ છે. આ ચૂંટણીમાં રાજપીપળા, બારેજા અને પાલીતાણામાં કોંગ્રેસની ડિપોઝીટ જપ્ત થઇ છે. તો આમ આદમી પાર્ટીની 5 બેઠકો પર ડિપોઝીટ જપ્ત થઇ છે. પોરબંદર જે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનો ગઢ છે ત્યા ભાજપનો ભગવો લહેરાયો છે. આ બેઠક પર ભાજપે જીત મેળવી છે.
 
30 માંથી 21 બેઠક ભાજપના ફાળે ગઈ
ભાજપના મહામંત્રી રજની પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં મતદારોનો આજે પણ ભાજપ પ્રત્યેનો વિશ્વાસ અકબંધ છે.પરિણામ પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે ભાજપ માટે આજે પણ લોકોનો પ્રેમ છે. હું ચૂંટાયેલા પ્રતિનિધિઓને અભિનંદન પાઠવું છું. 30 માંથી 21 બેઠક ભાજપના ફાળે ગઈ છે. મુન્દ્રા બેઠક આઝાદી પછી પહેલી વખત ભાજપના ફાળે આવી છે.આગામી ત્રીજી ઇનિંગ પણ ભાજપ જીતશે. 
 
8 પાલિકાની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય 
રાજ્યની 8 પાલિકાની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. ડીસા, મોડાસા, જંબુસર અને આણંદ પાલિકામાં કોંગ્રેસ ઉમેદવારોની જીત થઈ હતી. બીજી તરફ, પેટાચૂંટણીના પરિણામો પર કોંગ્રસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, પેટા ચૂંટણીઓ પૈકી કોંગ્રેસ પાસે માત્ર પાંચ જ બેઠકો હતી જે વધીને નવ થઈ છે અને એક બેઠક માત્ર બે મતથી જ અને બીજી એક બેઠક માત્ર ચાર મતે જ કોંગ્રેસે ગુમાવી છે. સુરત શહેરની મહાનગર પાલિકામાં પણ એક બેઠકની ચૂંટણીમાં બધાજ મિત્રોએ સરસ મહેનત કરી અને મતોની ટકાવારી ખુબ ઊંચી આવી છે.