બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 જુલાઈ 2018 (12:33 IST)

Rajkot News - જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં BJPના કાર્યકર્તાનું હાર્ટએટેકથી મોત

આજે રાજકોટ જિલ્લા પંચાયતમાં બળાબળના પારખા સમયે જ ભાજપના કાર્યકરનું હાર્ટ એટેકને કારણે મોત થતાં ભારે હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસના 21 સભ્યો સાથેની બસ રાજસ્થાનથી જિલ્લા પંચાયત ખાતે આવી એ સમયે ત્યાં ઉપસ્થિત ભાજપનો કાર્યકર અચાનક નીચે ઢળી પડ્યો હતો.
 
હંમેશાની જેમ એકબીજા પક્ષના સભ્યોને તોડવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ભાજપ પોતાની પાસે 27 સભ્યો હોવાનો દાવો કરી રહી છે, તો કોંગ્રેસ 15 સભ્યોનો દાવો કરી રહી છે. કોંગ્રેસના સભ્યોને BJPએ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાખ્યાની ચર્ચા છે.
 
આજે શુક્રવારે સવારે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાનાર છે. હાલ રાજકોટ જિલ્લા પંચાયત કોંગ્રેસના હાથમાં છે. જેને ભાજપ અંકે કરવા ભારે જોર લગાવી રહ્યું છે. ભાજપ તાલુકા-પંચાયત હોય કે રાજ્યમાં સત્તા મેળવવા આતુર રહે છે. તો બીજી તરફ પણ કોંગ્રેસ પણ પોતાની સત્તાને વિસ્તારવા કંઇ જ કસર છોડે એમ નથી. કોંગ્રેસ અહીં યથાસ્થિતિ રાખવા એડીચોટીનું જોર લગાવી રહી છે. આ સ્થિતિમાં ભાજપ અને કોંગ્રેસમાં નારાજ થયેલા સભ્યો હુકમનો એક્કો બને એ સહેજ પણ ખોટું નથી. બંને પક્ષો વચ્ચે આજે બળોબળના પારખા થશે.