શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 28 ઑક્ટોબર 2023 (22:51 IST)

ગુજરાત: બોર્ડની પરીક્ષા પહેલા મોટો નિર્ણય

gujarat board exam fees
Board Exam Fee  :  સામાન્ય જનતાને મોંઘવારી રાહત આપવાનું નામ જ નથી લઈ રહી. એક સાંધે અને તેર તૂટે એવી હાલત થઈ છે.  રોજબરોજની વસ્તુઓના ભાવ વધવાનું ઓછું હતું ત્યાં હવે લોકો પર તેમના સંતાનોની ફીનો વધારો ઝીંકવામાં આવવાનો છે. ગુજરાત શિક્ષણ બોર્ડે વર્ષના અંતમાં ફી વધારાનો મોટો નિર્ણય લીધો છે. ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભા બાદ જાહેરાત કરવામાં આવી કે, 2024 માં લેવાનારી બોર્ડની પરીક્ષાની ફીમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.  પ્રેક્ટિકલ ફીમાં પણ વધારો કરાયો છે. 
 
ધોરણ 10 માં 355 રૂપિયા ફી હતી. જેમા 35 રૂપિયાનો વધારો કરીને ફી 390 રૂપિયા કરવામાં આવી છે 
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રેગ્યુલર વિદ્યાર્થીની ફી 605 હતી, જેમાં 50 રૂપિયાનો વધારો કરાયો. નવી ફી 665 કરાઈ
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 490 રૂપિયા ફી હતી. જેમાં 50 રૂપિયાનો વધારો કરીને 540 રૂપિયા ફી કરવામાં આવી છે. 
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાની ફીમાં પણ વિષય દીઠ 10 રૂપિયાનો વધારો કરાયો